નવી દિલ્હી: નાના પડદાની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) ફરી વાર ઇજાગ્રસ્ત (Injured) થઇ છે. અભિનેત્રી તેના અભિનયની સાથે સાથે તેના સ્વભાવ માટે પણ જાણીતી છે. અકસ્માતના સમાચારે દિવ્યાંકાના ફેન્સને ચોંકાવી દીધા છે. કારણે કે હમણા થોડા સમય પહેલા જ અભિનેત્રી પોતાની ટ્રિટમેન્ટમાંથી રીકવર થઇ હતી.
દિવ્યાંકાને અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) લઈ જવામાં આવી હતી. જેની જાણકારી દિવ્યાંકાના પતિ વિવેક દહિયા (Vivek Dahiya) અને પીઆર ટીમે સોશિયલ મીડિયા પર આપી હતી.
‘યે હૈ મોહબ્બતેં’ ફેમ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયા અકસ્માતગ્રસ્ત થઇ છે. ત્યાર બાદ તેણીના હાથના બે હાડકા તૂટી ગયા હતા, જેના કારણે તેણીને તાત્કાલિક સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. દિવ્યાંકા અને તેના પતિ વિવેકે આ બાબતને ગંભીરતાથી લીધી છે.
શુક્રવારે વિવેકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર નોટ લખી હતી, જેમાં તેણે તેની પત્ની દિવ્યાંકાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. નોટમાં લખ્યું હતું કે, ‘દિવ્યાંકા સ્વસ્થ થવાના સફરમાં છે. ગત સાંજે તે એક ઊંચાઈ પરથી પડી ગઈ હતી જેના કારણે તેના હાથના બે હાડકાં તૂટી ગયા હતા અને તેને તાત્કાલિક સર્જરીની સલાહ આપવામાં આવી હતી.
અમે તમારા પ્રેમ અને પ્રાર્થનાની કદર કરીએ છીએ. તે અમારા માટે ઘણો અર્થ ધરાવે છે. અપાર પ્રેમ અને ચિંતા માટે અમારા તમામ ચાહકો અને મીડિયા મિત્રોનો આભાર. જો કે દિવ્યાંકા પીડામાં છે, પરંતુ તેમાંથી બહાર આવવા અમે ઈચ્છીએ છીએ કે તે તેના ઘર અને પરિવાર સાથે સમય વિતાવે.
અગાઉ પણ માહિતી આપવામાં આવી હતી
દિવ્યાંકાની સ્થિતિ વિશે તેના પતિ વિવેક દહિયાએ કહ્યું કે તે હવે સ્વસ્થ થવાના માર્ગે છે. ગુરુવારે, દિવ્યાંકાના પતિ વિવેક દહિયાએ તેની પત્નીના હાથનો એક્સ-રે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે તેના હાથમાં ફ્રેક્ચર છે અને તે 19 એપ્રિલે સર્જરી કરાવશે.
થોડા મહિના પહેલાં લિગામેન્ટ સર્જરી કરી
દિવ્યાંકા આ વર્ષે બીજી વખત ઈજાગ્રસ્ત થઈ છે. થોડા મહિના પહેલાં લિગામેન્ટની સર્જરી કરાવી હતી, ત્યારબાદ તે બેડ રેસ્ટ પર હતી. દિવ્યાંકાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. 9 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ પર લિગામેન્ટ સર્જરીથી રિકવરી સુધીની તેની સફર શેર કરી.