વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ બાપોદજકાતનાકા વિસ્તારમાં એમજીવીસીએલ દ્વારા આપવામાં આવેલા શટડાઉનને કારણે સવારે 6:15 થી વીજકાપને કારણે લોકો પરેશાન થયા હતા.
સવારે 6:15 થી બપોરના 12:00 સુધી વીજ કંપની દ્વારા આપવામાં આવેલા શટડાઉનને કારણે બાળકો, વૃધ્ધો, બિમાર તથા દુકાનો હોસ્પિટલ, ક્લિનિકોમા લોકો પરસેવે નાહ્યા હતા.
ઉનાળામાં રેકોર્ડબ્રેક ગરમી માર્ચ માસના અંતથી જોવા મળી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર રહેતાં મનુષ્ય, પશુ પક્ષીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સવારથી જ સૂરજદાદા તપતા લોકો પરેશાન થઇ ગયા હતા. ગરીમીના કારણે વીજમાંગ વધી જવા પામી છે. બીજી તરફ કારખાના, ઉધ્યોગોમા પણ વીજમાંગ છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ ખાતે આવેલા બાપોદ જકાતનાકાના સમગ્ર વિસ્તારમાં, જાંબુડીયાપુરા, વલ્લભ સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં સવારે 6:15 થી બપોરના 12:00 કલાક સુધી એમજીવીસીએલ દ્વારા શટડાઉનને પગલે લાઇટો બંધ રહેતાં લોકો પરેશાન જોવા મળ્યાં હતાં. પૂર્વ વિસ્તારમાં આવેલી ઓફિસોમાં, ઝેરોક્ષ, તથાઅન્ય દુકાનોમાં વિજપૂરવઠો ન હોય લોકોને હાલાકી પડી હતી બીજી તરફ આ વિસ્તારમાં હોસ્પિટલો, રેસ્ટોરન્ટમાં પણ લોકોને તકલીફ અનુભવાઇ હતી જ્યારે નાના બાળકો, વૃધ્ધો તથા બિમાર લોકો ગરમીમાં પરેશાન જોવા મળ્યાં હતાં.
વાઘોડિયા રોડ વિસ્તારમાં વીજળી ગુલ, લોકો પરસેવે નાહ્યા
By
Posted on