National

AAPના 15થી વધુ ધારાસભ્યો નેતાઓ CM આવાસ પર સુનિતા કેજરીવાલને મળ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Delhi CM Arvind Kejriwal) પત્ની સુનીતા કેજરીવાલને મળવા આમ આદમી પાર્ટીના (AAP) ઘણા ધારાસભ્યો (MLA) મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ સંજીવ ઝા, દિલીપ પાંડે, પ્રમિલા ટોકસ, રાજકુમારી ધિલ્લોન, રાખી બિરલા વગેરે સહિત 15 થી વધુ ધારાસભ્યો પહોંચ્યા છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ઘણા મોટા દાવા કર્યા હતા.

આ બેઠક દરમિયાન દિલ્હી સરકારના તમામ મંત્રીઓ પણ હાજર જોવા મળ્યા હતા. જેમાં આતિશી, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાજ કુમાર આનંદ અને કૈલાશ ગેહલોતનો સમાવેશ થાય છે. આ સિવાય સીલમપુરના AAP ધારાસભ્ય અબ્દુલ રહેમાન મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા છે. આપના ધારાસભ્યો સુનિતા કેજરીવાલને મળ્યા છે. ધારાસભ્યોએ સુનીતા કેજરીવાલને કહ્યું કે દિલ્હીના 2 કરોડ લોકો કેજરીવાલ સાથે ઉભા છે. સીએમ અરવિંદ કેજરીવાલે કોઈપણ કિંમતે રાજીનામું આપવું જોઈએ નહીં. દિલ્હીની સરકાર જેલમાંથી જ ચલાવો.

મીટિંગ બાદ સૌરભ ભારદ્વાજે કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ઘણા ધારાસભ્યો સુનીતા કેજરીવાલને મળવા માંગતા હતા. સંજોગો સારા ન હતા, આજે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો સુનીતા કેજરીવાલને મળવા માટે સીએમ આવાસ પર પહોંચ્યા હતા. તમામ ધારાસભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કહ્યું કે ભાભી ભાજપ અરવિંદ કેજરીવાલ પર રાજીનામું આપવા માટે ઘણું દબાણ કરશે. ભાજપની નીતિ રહી છે એક જાળ બિછાવવામાં આવશે. માત્ર ભાભી જ પાર્ટીમાંથી સીએમ સુધીનો સંદેશો લઈ જઈ શકે છે અને ત્યાંથી સંદેશા લાવી શકે છે.

તમામ ધારાસભ્યોએ કહ્યું કે તમે સીએમને આ સંદેશ આપશો કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને રહેશે. મુખ્યમંત્રી વતી ભાભીએ કહ્યું છે કે ધારાસભ્યો મારી ચિંતા ન કરે, હું બિલકુલ ઠીક છું. સુનીતા કેજરીવાલ અને દિલ્હીના સીએમ પદને લઈને ચાલી રહેલી અટકળો પર AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે બીજેપી વિચારે છે કે તેમને મુખ્યમંત્રીની જગ્યા આપી દેવી જોઈએ. અમે તેમને આપીશું નહીં. તેઓ ચિંતિત હોઈ શકે છે પરંતુ વસ્તુઓ આ રીતે જ ચાલતી રહેશે.

કેજરીવાલ પત્ની સુનીતાને સીએમ બનાવવા માંગે છે- ભાજપ
ભાજપે આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. તેથી તેમણે જાણીજોઈને દારૂ કૌભાંડમાં આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજનું નામ લીધું છે. પાર્ટી અનુસાર આ સુનીતા કેજરીવાલનો રાજકીય રસ્તો સાફ કરવાનો પ્રયાસ છે.

Most Popular

To Top