Business

હવે સુરતમાં માણો એશિયન ક્યુઝન ફૂડનો સ્વાદ

સુરત: સુરત માટે એમ તો કાશીનું મરણ અને સુરતનું જમણ એ કહેવત પ્રચલિત છે. ત્યારે સુરતી વાનગીઓ સાથે જ સુરતની સ્વાદપ્રિય જનતા અન્ય દેશોની વાનગીઓનો પણ આસ્વાદ માણી શકે તે માટે એશિયન ક્યુઝન ફૂડ પણ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે. જેમાં હવે એશિયન ફૂડ સર્વ કરતી મુરાકામી એન્ડ કું. રેસ્ટોરન્ટનો ઉમેરો થયો છે. આજરોજ ઉધના મગદલ્લા રોડ ખાતે વેનેઝિઓનો બિઝનેસ ખાતે રેસ્ટોરન્ટનું ઇનોગ્રેશન થયું છે.

આ પ્રસંગે મુરાકામી એન્ડ કું. રેસ્ટોરન્ટના મંથનભાઈ જોશી એ જણાવ્યું હતું કે મુરાકામી એન્ડ કુ. રેસ્ટોરન્ટ એ પ્રોગેસિવ પેન એશિયન રેસ્ટોરન્ટ છે. જેમાં એશિયન ક્યુઝન એટલે કે જાપાન થી લઈને બર્મા, થાઇલેન્ડ, મલેશિયા, ચાઇના, ઇન્ડિયા, ભૂતનીયન આ સમગ્ર કોસ્ટલ એરિયાનું ફૂડ અને તે પણ પ્યોર વેજ ફૂડ મળશે.

વિશેષ બાબત એ છે કે આ તમામ ફૂડ ઓથેંટિક છે અને 57 જેટલી વિવિધ એશિયન વાનગીઓ અહીં ગ્રાહકોને મળશે. સાથે ડેઝર્ટ, મોક્ટેલ અને કોફી પણ ઉપલબ્ધ છે. આ તમામ વાનગીઓમાં એશિયન સ્વાદ મળશે. મુરાકામી એન્ડ કુ. એટલે મુરાકામીનો અર્થ જોઈએ તો આ નામ જાપાનીઝ રાઈટર હરોકી મુરાકામીના નામથી પ્રેરિત છે. બીજું જોઈએ તો એશિયન પરિવારોમાં આ એક કોમન સરનેમ છે. જેનો મતલબ ગામનો પ્રમુખ એમ થાય છે.

વધુમાં આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે આ રેસ્ટોરન્ટ માસ્ટર શેફ અજય ચોપરા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે મેનુ થી માંડીને સ્ટાફ ને તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. માસ્ટર શેફ અજય ચોપરા છેલ્લા 28 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના અનેક રેસ્ટોરન્ટ ડિઝાઇન કર્યા છે. ત્યારે સુરતને એક ફાઈવ સ્ટાર સંપત્તિ આપવા માટે આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે.

ખાસ બાબત એ છે કે અહીં જ રો કિચન છે એટલે તમામ વાનગીઓનો મસાલો અહીં જ તૈયાર કરવામાં આવે છે. સ્વચ્છતા ના મામલે પણ રેસ્ટોરન્ટ ખાસ ધ્યાન રાખે છે તમામ વાનગીઓ આરઓ પાણીથી જ બનવવામાં આવે છે. ત્યારે અહીં આવનારને ચોક્કસ જ ફાઇવ સ્ટાર ફેસિલિટી નો અનુભવ થશે એ નિશ્ચિત છે.

Most Popular

To Top