Charchapatra

સત્તા

આપણે ત્યાં કહેવત છે કે સત્તા આગળ શાણપણ નકામું.કોંગ્રેસ માટે જે પણ ખરાબ અને ખોટું કેહવામાં આવ્યું એ તમામ બાબતો આજે વર્તમાન સરકાર લોકોની છાતી પર બેસીને વટ કે સાથ કરી રહી છે.એનો મતલબ કે સત્તા મેળવવા કરતા જાળવી રાખવા ઘણું ખોટું કરવું જ પડે એ વાત ને સીધું સમર્થન પ્રાપ્ત થાય છે.તો કોંગ્રેસે કંઈ જ ખોટું કર્યું નથી.એમને સત્તા મળી એટલે એને જાળવી રાખવી એ એમની પણ પ્રાથમિકતા હશે.સત્તા જાળવી રાખવા સરકારી એજન્સીઓ દુરુપયોગ કરવો જ પડે, ભ્રષ્ટાચારી વિરોધ પક્ષના નેતાને આપણા પક્ષમાં સમાવવા જ પડે.બાહુબલી અને રૂપિયા વાળા ને ટિકિટો આપવી જ પડે. પરિવારવાદ પણ કરવો જ પડે.જે નેતાની લોકપ્રિયતા વધારે હોય એના નામનો પણ ઉપયોગ કરવો જ પડે.ખોટા આંકડાઓની માયાજાળ ફેલાવવી જ પડે.

મીડિયામાં સરકારના ગુણગાન જ પ્રસારિત થાય તેનું ધ્યાન રાખવું જ પડે.દેશમાં ગમે તેટલી સમસ્યાઓ હોય તો એ સમસ્યાનો ટોપલો વિપક્ષ પર કે ભૂતકાળની સરકારો પર ફોડવો જ પડે.સરકારની વિરુદ્ધ જે પણ ઊંચો અવાજ કરે એ અવાજ ને બંધ કરવો જ પડે.પોતાની કોઈ પણ ભૂલ હોય જ નહીં,પોતે સર્વગુણસંપન્ન હોય તેવું ભાષણ આપ્યા જ કરવું પડે.સત્તા જાળવી રાખવા બધું અનિષ્ટ કરવું જ પડે.પ્રજા યાદ રાખે ભૂતકાળમાં તમે કોંગ્રેસથી દુઃખી થયા. વર્તમાનમાં આ સરકારથી અને ભવિષ્યમાં આવનારી સરકારોથી તમે હેરાન થશો.જ્યાં સુધી પ્રજા અનિષ્ટનો સાથ આપશે અંતે હેરાન પ્રજા જ થશે.નામ માત્રની રાજા છે પ્રજા આ લોકશાહીમાં,કે પછી નામ માત્રની લોકશાહી છે.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top