Gujarat

ગુજરાતમાં કોને ટિકિટ મળશે, કોની કપાશે? દિલ્હી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં ધમાસાણ ચર્ચા

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ભાજપની (BJP) નેતાગીરી દ્વારા હવે કેન્દ્રિય પાર્લામેન્ટરો બોર્ડ સમક્ષ 26 બેઠકો પર ત્રણ -ત્રણ પેનલો સાથે સંભવિત યાદી આપી દીધી છે. હવે તેના પર દિલ્હીમાં આખરી ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુજરાત ભાજપની છાવણીમાં કોની ટિકિટ કપાશે, કોને ટિકિટ મળશે, તેના પર ચર્ચા ચાલી રહી છે.

  • ભાવનગર બેઠક પર કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તથા સુરેન્દ્રનગર બેઠક પર રાજયના કેબીનેટ મંત્રી કુવરજી બાવળિયાના નામોની ચર્ચા
  • ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ તથા નવસારી બેઠક પરથી સી આર. પાટીલનું નામ ક્લિયર કરી દેવાશે

મોટે ભાગે ભાજપની કેન્દ્રિય નેતાગીરીનો રિપીટ થીયરી આપનાવવાના મુડમાં છે. જોકે ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ તથા નવસારી બેઠક પરથી સી આર. પાટીલનું નામ ક્લિયર કરી દેવાશે. જયારે ભાવનગર બેઠક પર કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તથા સુરેન્દ્રનગર બેઠક પર રાજયના કેબીનેટ મંત્રી કુવરજી બાવળિયાના નામોની ચર્ચા ચાલી રહી છે. જયારે પૂનમ માડમને જામનગરની બેઠક પરથી ટિકિટ મળી શકે છે.

રાજકોટની બેઠક માટે પુરુષોત્તમ રૂપાલા, વિજયભાઈ રૂપાણી અને જયંતિભાઈ ફળદુના નામો ટોપ પર
સાબરકાંઠા બેઠક પર હાલમાં દીપસિંહ રાઠોડ બે ટર્મથી સાંસદ છે. જ્યારે મહેસાણામાં શારદાબેન પટેલ એક ટર્મથી સાંસદ છે અને તેઓ સ્વયં જ પોતે દાવેદાર નહીં હોવાની વાત કરી હતી. જ્યારે પાટણના સાંસદ તરીકે ભરતસિંહ ડાભી અને બનાસકાંઠામાં પરબત પટેલ છે. આમ આ ચારેય સાંસદ હવે નો-રિપીટ થીયરીમાં આવી શકે છે. રાજકોટની બેઠક પર કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા તથા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. રાજકોટના સિનિયર એડવોકેટ જયંતીભાઈ ટી. ફળદુનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જયંતિ ફળદુ કડવા પાટીદાર છે.

આ ઉપરાંત રાજકોટ બેઠક પર ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ – દીપિકાબેન સરડવા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ – ભરત બોધરા, રાજકોટ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ – કિરણબેન માકડીયા, વર્તમાન સાંસદ – મોહન કુંડારીયા અને કડવા પાટીદાર આગેવાન – જગદીશ કોટડિયાના નામો પણ દિલ્હી પહોંચી ગયા છે. જો કે હાલમાં દિલ્હીમાં ભાજપની કેન્દ્રિય નેતાગીરી દ્વારા મંથન ચાલી રહ્યું છે.

Most Popular

To Top