છોટાઉદેપુર, તા.૨૮
છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. ૬ વર્ષથી લઈને કોઈ પણ ઉંમર સુધીના કલાકારોને મંચ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ એટલે કલા મહાકુંભ. ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર આયોજિત તથા એસ.એફ. હાઈસ્કુલના સહયોગથી અલગ અલગ કલાને અભિવ્યક્ત કરવા માટેનો ઉત્સવ કલા મહાકુંભ-૨૦૨૪ની સ્પર્ધાઓને આજરોજ ખુલ્લી મુકવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આપણી જુદી જુદી કલાઓને જીવંત રાખતા કસબીઓને રાજ્યકક્ષાનો મંચ પુરો પાડતો ઉત્સવ કલા મહાકુંભ. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા આ મહા કલાકુંભને સાંસદ ગીતાબેન રાઠવાએ ખુલ્લો મુકતા પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે, આ સ્પર્ધાની ખાસીયત એ છે કે કોઈ પણ ઉંમરના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. વિદ્યાની સાથે ખેલ મહાકુંભ, કલા મહાકુંભનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવી પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક તાલુકામાંથી સ્પર્ધાના વિજેતા બનેલા સ્પર્ધકો વચ્ચે બે દિવસીય સ્પર્ધા યોજાશે.
જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ સ્પર્ધાને ખુલ્લો મુકાયો
By
Posted on