સુરત: શહેરના સચિન વિસ્તારમાં આશાસ્પદ યુવકના આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે. કન્યા પસંદ નહીં હોવા છતાં પરિવારે બળજબરીપૂર્વક લગ્ન નક્કી કરી દેતાં વ્યથિત યુવકે ઘરે જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના અને હાલ સચિનમાં રહેતા રહેતા 20 વર્ષીય વિકાસ કુમારે આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. વિકાસના 5 મહિના પહેલા જ લગ્ન નક્કી થયા હતા. આવતા એપ્રિલ મહિનામાં તેના લગ્ન થવાના હતા. વિકાસને કન્યા પસંદ નહોતી. તે કેટલાંક સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. દરમિયાન આજે વિકાસે ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સચિન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના બનેવી સુનિલ કુમારે કહ્યું કે આપઘાત કરવા પહેલાં વિકાસે કોન્ફરન્સ કોલ પર પરિવારના સભ્યો સાથે સારી રીતે વાત કરી હતી. કોઈને લાગ્યું નહોતું કે તે આવું પગલું ભરશે. હા, તેના જે કન્યા સાથે લગ્ન થવાના હતા તે તેને પસંદ ન હતી તેને કારણે તે થોડો ડિપ્રેશનમાં પણ રહેતો હતો.
જોકે આ બાબતે તેણે પરિવાર સાથે કોઈ નારાજગી વ્યક્ત કરી ન હતી. સચિન વિસ્તારમાં જ ફેક્ટરીમાં કપડાં સિલાઈનું કામ કરતો હતો. વિકાસ એ કાકા પ્રકારનું પગલું ભરી લેશે એવો અંદાજ ન હતો. વિકાસ આપઘાત કરી લેશે એવી અમને કલ્પના પણ ન હતી.