Vadodara

વારસિયાના પરિવારે પોતાના આંગણામાં 6 કિલો વજન ધરાવતી દૂધી તૈયાર કરી

વડોદરા, તા.18
ગૃહણી મહિલાઓએ અનેક શાકભાજીઓ ખરીદી હશે તથા શહેરના શાકભાજીના વેપારીઓએ પણ અત્યાર સુધીમાં જાતજાતનુ શાક વેચ્યું હશે એમાંથી એક દુધી કે એક કિલોની હશે કે બે કિલોની હશે પણ વડોદરાના હરણી વારસીયા રીંગ રોડ ખાતે પરિવાર સાથે રહેતાં સંજીવભાઈ કમલાકર મોંઘે ગયા વર્ષે નોર્થ ઇસ્ટ ફ્રન્ટીયર આસામ ગુહાટી ફરવા ગયા હતા જ્યાં તેમના મિત્રના ત્યાં તેઓએ ટૂંકુ રોકાણ કર્યું હતું અને તેમણે ત્યાં જોયું કે તેમના મિત્રના ઘરમાં સાડા પાંચ કિલો થી માંડીને છ કિલોથી વધુ વજન ધરાવતી દૂધીનો વેલો જોયો અને સાથે દુધી પણ જોઈ પહેલા તો એમણે મસમોટી વજન ધરાવતી દૂધીને જોતાં આશ્ચર્ય થયું કારણ કે, વડોદરામાં જ નહિ પરંતુ ગુજરાતમાં તેઓ ઘણાં સ્થળોએ ફર્યાં છતાં આજદિન સુધી આટલી મોટી વજનની દૂધી ક્યારેય કોઇ ખેડૂતના ખેતરમાં કે શાકમાર્કેટમાં જોઈ પણ ન હતી. દુધી જોઈ તો તેમનાથી ઊંચકાઈ પણ નહીં. જ્યારે તેઓએ ગુવાહાટી આસામ થી દૂધીનું બીજ લાવીને વડોદરા સ્નેહલ પાર્ક સોસાયટીમાં પોતાના ઘરના આંગણામાં દૂધીનું બીજ વાવી દીધું દૂધીની આ વેલ ઘણી લાંબી થઇ અને ચાર મહિનામાં દુધીનો છોડ તૈયાર થઈ ગયો. 6 કિલો વજન ધરાવતી દૂધી ઘરમાં ઉગી હતી. ખાવામાં એકદમ નરમ કે જેનો ઉપયોગ શાક,રાયતું તથા દૂધીનો હલવો જેવામાં થાય છે. અત્યાર સુધી ગુજરાતમાં આવી દુધી જોવા મળી નથી હજુ સુધી ગુજરાતમાં કોઈ ખેતરમાં આ દૂધી થઈ નથી એ માત્ર વડોદરામાં જ ઉગી છે એ પણ ઘરમાં ના વાડામાં ત્યારે સંજીવભાઈ મોંઘે દુધીના વિશે વધુ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 10 થી 12 દૂધી તૈયાર થઇ ઉતારી લેવાઇ છે અને રવિવારે બીજી ત્રણ દૂધી તૈયાર થઇ છે જેને ઉતારવામાં આવી છે આસપડોસના લોકોને આપી તો તેઓ પણ દૂધીને જોઈ આશ્ચર્ય પામ્યા તથા શાક બનાવી ખાધા પછી ખૂબ ખુશ થયા છે બીજું કે અહીં શાકભાજી વેચવા આવતા ફેરીયાઓ પણ આટલા વજનની દૂધી જોઈ આશ્ચર્ય પામે છે.

Most Popular

To Top