સિંગવડમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે સી.ડી.પી.ઓને આવેદન પત્ર
સિંગવડ તાલુકા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની પડતર માંગણીને લઈને ઘણા ટાઈમથી વિરોધ કરી રહ્યા છે અને તેનો કોઈપણ જાતનો સરકાર દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવતા અંતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા 16 2 24 ના રોજ સિંગવડ તાલુકાનામા ભમરેચી મંદિર ખાતે સિંગવડ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો ભેગી થઈને 16 2 અને 17 2 ના રોજ તેમના આંગણવાડીના કામોથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો હતો જ્યારે તારીખ 17 2 2024 ના રોજ દાહોદ ખાતે આંગણવાડી કાર્યકર ભેગા થઈને એક આવેદનપત્ર આપવાનો હોય તેની જાણ માટે તેમને સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે સી.ડી.પી.ઓને એક આવેદન ની નકલ આપીને તારીખ 17 2 24 ના રોજ દાહોદ મુકામે જવાના હોય અને ત્યાં રેલી સ્વરૂપે સરકારી ઓફિસ ખાતે પહોંચીને ત્યાં આવેદન આપવાના હોય તેની જાણ કરવા માટે તારીખ 16 અને 17 એમ બે દિવસથી આંગણવાડીના કામોથી દૂર રહીને વિરોધ નોંધાવ્યો હતો.
ગરબાડામાં આંગણવાડી વર્કરો દ્વારા પડતર માંગણીઓને લઈને CDPOને આવેદનપત્ર
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા તાલુકા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને CDPO ને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં તેમણે 2022 માં કરેલ વાયદાઓનો અમલ રાજ્ય સરકારે કર્યો નથી તેમજ 60 વર્ષ વય મર્યાદા વધારવી, ફરીથી એકવાર જિલ્લા ફેર બદલી કરવી, તેમજ કેન્દ્ર સરકારને ICDS અને આરોગ્ય વિભાગની યોજના હતી તેમ છતાં 2018 પછી પગાર વધારો કર્યો નથી તેમજ કેન્દ્ર સરકારે બજેટમાં આયુષ્માન કાર્ડ માં સમાવેશ કરવા અને કેન્દ્ર સરકારે આપેલા મોબાઈલ પાંચ વર્ષ થયા હવે ચાલતા નથી તેની જગ્યા ઉપર નવા મોબાઈલ ફાળવવામાં આવે અથવા તો રકમ આપવામાં આવે તેમજ રજીસ્ટર અથવા મોબાઈલ બે માંથી એક જ કામગીરી કરાવવામાં આવે, અને બાળકોના પૂરક આહાર દરમાં સુધારો કરવા, 50% ને બદલે 75% પગાર વધારો આપે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી ગરબાડા CDPOને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને આવેદનપત્ર
ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તેમજ રાજ્યના ફિક્સ પગારની મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિતના પડતર પ્રશ્નો સંદર્ભે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી.તેના અનુસંધાને તારીખ 16/9/2022 ના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં કેટલાક પ્રશ્નો નુ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.તે પૈકી પણ અમુક પ્રશ્નોનો આજ દિન સુધી ઉકેલ થયેલ નહિ હોઇ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના તારીખ 5/2/2019 ના પત્રથી આંદોલન કાર્યક્રમ ચાલી રહેલ છે.તેના અનુસંધાને દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના સભ્યો દ્વારા પડતર માંગણી ઓથી વંચિત રહેતા ગતરોજ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના સભ્યો દ્વારા કાળી રીબીન ધારણ કરી દાહોદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જ્યારે આજરોજ કાળા કપડા ધારણ કરી ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દે.બારીયાના પ્રાથમિક શિક્ષકોનો ઓપીએસને લઈ કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ,ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીઓના સંદર્ભે જેવી કે સંપૂર્ણપણે ઓપીએસ બહાલી, ફિક્સ પે નાબૂદી, કેન્દ્ર સરકારના ધોરણે બાકીના ભથ્થાની ચૂકવણી તથા અન્ય માંગણીઓને લઈ કર્મચારી મંડળો દ્વારા તા14,15-2-2024 ના રોજ કાળી પટ્ટી ધારણ કરી ફરજ નિભાવી અને તા16-2-2004 ના રોજ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવવો. જેના અનુસંધાને દેવગઢ બારીયાના મહત્તમ પ્રાથમિક શિક્ષકો દ્વારા કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. સતત ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર શિક્ષક ભાઈ બહેનોનો દેવગઢબારિયા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બુધાભાઈ, મહામંત્રી દિનેશભાઈ, ખજાનચી મહેશભાઈએ આભાર માન્યો હતો.
દાહોદમાં આંગણવાડી બહેનો દ્વારા એક દિવસીય હડતાળનું શસ્ત્ર
દાહોદ જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણી સંદર્ભે દાહોદ શહેરમાં આંગણવાડી બહેનો દ્વારા એકદિવસ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું જેંમાં આંગણવાડી બહેનો દ્વારા બે દિવસનું હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા અગાઉ પણ અનેકવાર પોતાની વિવિધ પડતર માંગણી સંદર્ભે દાહોદમાં હડતાળ, ભુખ હડતાળ, કામકાજથી અળગા રહી અનેક આવા વિરોધ નોંધાવ્યાં હતાં. ભુતકાળમાં તેઓની માંગણીઓને સરકાર દ્વારા કોઈ ધ્યાને ન લેતાં પુનઃએકવાર દાહોદ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા દાહોદ શહેરના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે એક દિવસીય હડતાળ પર ઉતર્યા હતાં અને વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આંગણવાડી બહેનો એકઠી થઈ હડતાળ ઉપર ઉતર્યાં હતાં ત્યારે આંગણવાડી બહેનોના જણાવ્યાં અનુસાર, સરકાર દ્વારા બજેટમાં કંઈ ન મળતાં અને આંગણવાડી બહેનોને કાયમી ન કરતાં આંગણવાડી બહેનોમાં નારાજગી વ્યક્ત થઈ રહી છે. આંગણવાડી બહેનો હવે લડી લેવાના મુડમાં છે. દાહોદની આંગણવાડી બહેનો દ્વારા હડતાળ ઉપર ઉતરી ત્યાર બાદ પોતાની વિવિધ માંગણી સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે ત્યારે દાહોદ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા અવાર નવાર રેલીઓ, હડતાળ ઉપર ઉતરી પોતાની વિવિધ માંગણી સરકાર સમક્ષ રજુઆત કરતાં આવ્યાં છે પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા આંગણવાડી બહેનોની માંગણી ધ્યાને ન લેતાં આવનાર દિવસોમાં લડત ચાલુ રહેશે તેમ લાગી રહ્યું છે.
ગરબાડા તાલુકા તલાટી મંડળનુ પડતર પ્રશ્નો મામલે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન
ગરબાડા તાલુકા તલાટી મંડળ દ્વારા તલાટી મંડળના પડતા પ્રશ્નો ને લઈને દાહોદ જિલ્લા તલાટી મંડળના ઉપપ્રમુખ પારસીગભાઈ હઠીલાં ની અધ્યક્ષતામાં ગરબાડા ખાતે કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તેઓના તારીખ 5 ફેબ્રુઆરી તથા આખા ગુજરાત રાજ્યમાં કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ ગાંધીનગરના તારીખ 12 ફેબ્રુઆરી ના પત્રથી સમગ્ર રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા ફિક્સ પગાર ની યોજના દૂર કરવા તેમજ સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ના પ્રશ્નોનું નિરાકરણ ન મળતા આંદોલનત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે જેને લઇને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળ પણ આ આંદોલાનાત્મક કાર્યક્રમોને ટેકો જાહેર કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.