SURAT

સુરતની આ દીકરીને સલામ, 16 વર્ષની નાની ઉંમરે 3 ફૂટ લાંબા વાળ કાપી દાન કરી દીધા

સુરત(Surat): સુંદર લાંબા વાળ (Hair) એ સ્ત્રીઓની ઓળખ છે. લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ક્યારેય તે વાળને કપાવવાનું પસંદ કરતી નથી, પરંતુ સુરતના અડાજણ (Adajan) વિસ્તારમાં રહેતી એક 16 વર્ષની કિશોરીએ બાળપણથી નહીં કપાવેલા 3 ફૂટ લાંબા સુંદર વાળ અચાનક જ કપાવી નાંખ્યા. રૂષાએ વાળ કેમ કપાવ્યા તે જાણશો તો નાની ઉંમરે રૂષાએ કરેલા આ કાર્ય માટે તેને શાબાશી આપવાનું મન થશે.

  • એલપી સવાણી રોડ પર રહેતી રૂષા પટેલનું ઉમદા સેવાકાર્ય
  • કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના લાંબા વાળ દાન કર્યા
  • કિમોથેરાપીમાં વાળ ગુમાવનાર દર્દીઓ માટે વિગ બનાવી ફ્રીમાં આપશે

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય રૂષા પટેલ ધો. 11માં અભ્યાસ કરે છે. આ ઉંમરે ટીન એજર્સ હરવા, ફરવા અને રમવામાં મસ્ત હોય છે, ત્યારે રૂષા પટેલ અન્ય બાળકોથી અલગ છે. નાની ઉંમરે રૂષાને સમાજ સેવાની ધૂન લાગી છે. રૂષાએ જ્યારે જાણ્યું કે કેન્સરથી (Cancer) પીડિત દર્દીઓ (Patient) કિમોથેરાપી (Chemotherapy) કરાવે ત્યારે તેઓના વાળ ખરી જાય છે. આથી દર્દીઓએ વિગ પહેરવી પડે છે, ત્યારે રૂષાએ પોતાના લાંબા વાળ કપાવી કેન્સર પીડિતો માટે દાન કરવાનું નક્કી કર્યું હતું.

એલપી સવાણી રોડ ખાતે રહેતા ઋષા પટેલે કહ્યું કે, તેને બાળપણથી જ લાંબા વાળ પસંદ છે. એટલે જ 4 વર્ષની ઉંમર બાદ તેણીએ ક્યારેય વાળ કપાવ્યા નહોતા. પરંતુ જ્યારે કેન્સર પીડિત દર્દીઓની તકલીફ જાણી તો વાળ કપાવી તે દાન કરવાનો નિર્ણય લીધો હતો.

રૂષાએ વધુમાં કહ્યું કે, કિમોથેરાપીની સારવાર દરમિયાન કેન્સરથી ગ્રસ્ત દર્દીઓના વાળ ખરી પડે છે. વાળ નહીં હોય દર્દીઓ હતાશા અનુભવે છે. આવા દર્દીઓને મદદરૂપ થવા પોતાના વાળ દાન કર્યા છે. વાળની વિગ બનાવી આવા દર્દીઓને નજીવા દરે પુરા પાડવામાં આવશે.જે વિગનો દર્દીઓ ઉપયોગ કરી પોતાના જીવનને વધુ ખૂશખુશાલ બનાવી સારી રીતે જીવન જીવી શકશે.

Most Popular

To Top