પ્રોવિડન્ટ કચેરી આધારકાર્ડમાં લખેલી જન્મ તારીખને જન્મ પુરાવા તરીકે માન્ય નહિ રાખશે એવું કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે. જેમાં પ્રો. ફંડના કમિશ્નરની મંજૂરી મેળવીને નિર્ણય લેવાયો છે એવું જણાવ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ નિર્ણય જનતાના હિતમાં યોગ્ય છે ખરો? અયોગ્ય નિર્ણય આધારકાર્ડના અસ્તિત્વ પર અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરશે કેમકે એક બાજુ સરકાર આધારકાર્ડને વ્યકિતનો ભારતીય નાગરિક હોવાનો મૂળભૂત પુરાવો અને આઇડી હોવાનું જણાવે છે જે તમામ સરકારી કચેરીઓમાં માન્ય પુરાવો હોવાનું માને છે અને બીજી બાજુ આવા પરિપત્રો બહાર પાડીને આધારકાર્ડ વિશ્વસનીયતા પર પ્રશ્નોને જન્મ આપે છે તો શું આધારકાર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ કોઇ ચોક્કસ આધાર લીધા વિના જ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં સરકારની બેવડી નીતિનું પ્રદર્શન થાય છે. આ અંગે સરકારે ખુલાસો કરીને આધારકાર્ડની તમામ વિગતોને માન્યતા આપવી જોઇએ અને જે સરકારી તંત્રના વિશ્વસનીયતા માટે સારું હશે અને દેશની જનતામાં સારો સંદેશ જશે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આધારકાર્ડ ને જન્મ તારીખનો પુરાવો નહિ માને એ યોગ્ય નથી
By
Posted on