લોકશાહીની સૌથી મોટી ઇમારત એટલે સંસદભવન જેમાં લોકસભા અને રાજયસભાના ચુંટાયેલા સાંસદો બેસે છે અને અનેક વિધાયક, ખરડાઓ પસાર કરે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજુરી મળતા તે કાયદો બને છે. સાંસદો લોકસભા મત વિસ્તારમાંથી ચુંટાઇને આવે છે. જયારે રાજયસભાના સાંસદો જે તે રાજયની વિધાનસભામાંથી ચુંટાઇને આવે છે. લોકસભામાં શાસક પક્ષ કોઇ વિવાદાસ્પદ બીલ રજુ કરે તો વિપક્ષો હાહાકાર મચાવી દે છે અને શોરબકોર કરીને વિરોધ પ્રદર્શન કરતા હોય છે. આમ સંસદથી ગરિમા જળવાતી નથી.
વિરોધ કરનારા સાંસોદ વોકઆઉટકરી જાય એટલે ઘણીવાર સ્પીકર તેમને સસ્પેન્ડ કરતા હોય છે. પ્રધાનમંત્રી મોદીને આગામી લોકસભાની ચૂંટણીમાં પી.એમ. પદેથી હટાવવા માટે વિપક્ષોનું ઇન્ડિયા ગઠબંધન બન્યુન છે. જેમાં 27વિપક્ષોનો શંભુમેળો છે. તેઓની જયારે જયારે પણ મીટીંગ મળે છે ત્યારે અનેક મતમતાંતર ઉભા થાય છે તે જોતા વિપક્ષોનું ગઠબંધન વેર વિખેર થઇ જાય તેમ લાગે છે. જયારે કોઇ સ્નેહી સ્વજનનું મૃત્યુ થાય ત્યારે શોકસભા પ્રાર્થનાસભા મળે છે. બધા શાંતિથી બેસીને સદ્ગતને શ્રધ્ધાંજલી આપતા હોય છે, આમ લોકસભામાં ધાંધલ ધમાલ થાય છે. જયારે શોકસભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે. મરનાર સાથે વિરોધ હોય તો પણ કોઇ તે સમયે કોઇ બોલતું નથી.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
રામ નામ સત્ય
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ થયું, પ્રાણપ્રતિષ્ઠા થઈ અને પાંચસો વર્ષ પહેલાંની જન સામાન્યની શબરી રૂપી પ્રતીક્ષા પૂર્ણ થઇ. રામ મંદિરની ઉજવણીના હર્ષોલ્લાસની સાથે’ સત્ ‘ ની એક ઓરાનો પ્રાદુર્ભાવ થાય એવી આશા રાખી શકાય અને એ આદર્શો મૂર્તિમંત થાય.રાજા દશરથ એના મનમાં વિચારે : “ વહેલી સવારે રામને ગાદીએ બેસાડું ; વહેલી સવારે રામ વનવાસ જાય, અણધાર્યું તે આગળ થાય.” અહીં જીવનમાં દુ:ખ બધાંને આવે છે અને નિયતિને સ્વીકારવાની વાત શ્રી રામના જીવનમાંથી ફલિત થાય છે.
“ પાયો જી મૈંને રામ રતન ધન પાયો” તેથી રામ રાખે તેને કોણ ચાખે “ , સુશાસનમાં એ જ કે – “ રામરાજ્ય અને પ્રજા સુખી.” રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યુ લોકની માટીમાંથી , માનવ થઇને ભાખ્યાં રે .ભલે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો પણ મારા રામ તમે સીતાજીની તોલે ન આવો” .’ જેનાં મુખમાં રામ અને બગલમાં છુરી હોય – તેને રામ બાણ વાગે. રામ બાણ વાગ્યા હોય તે જાણે . અને અંતે તો ‘ રામ નામ સત્ય છે . આ અને આવી કેટલીય કહેવતો જાણ્યેઅજાણ્યે જીવનમાં
વણાયેલી છે.
સુરત – વૈશાલી શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે