વડોદરા: ગુજરાત પોલીસે વડોદરા બોટ અકસ્માતના (Vadodara boat accident) મુખ્ય આરોપી અને કોટિયા પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટર (Company contractor) વિનીત કોટિયાની ધરપકડ (Arrested) કરી છે. ગયા અઠવાડિયે થયેલી આ બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. તેમજ આ ઘટના પાછળ કંપની કોન્ટ્રાક્ટર વિનીત કોટિયા જવાબદાર હોવાનું મનાય છે.
વડોદરાના ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે વિનીત કોટિયા પ્રોજેક્ટ્સનો માલિક છે, જે બોટનું સંચાલન કરે છે. તેણે જ તેની શરૂઆત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ડીસીપીએ જણાવ્યું કે વિનીત ઘટના બાદ ફરાર હતો અને તે દરમિયાન ગુજરાતની બહાર અલગ અલગ જગ્યાએ અંડરગ્રાઉન્ડ થયો હતો. તેમજ વડોદરામાં પ્રવેશતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અન્ય ફરાર આરોપીઓની મિલકત જપ્ત કરવાના પ્રયાસો ચાલુ છે.
આ સિવાય હરણી તણાવ મામલે ખુલાસો થયો હતો કે કોટિયા પ્રોજેક્ટ પરવાનગી વિના જ મિકેનિકલ બોટ ચલાવતો હતો. આ ઘટસ્ફોટ થતા VMCની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. કારણકે, VMCએ પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ માટે VMC પાસે કંપની સાથે થયેલા મૂળ કરારની નકલની કરી માંગી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધા આપવાનો નિયમ હતો જેનું પણ કોટિયા પ્રોજેક્ટ દ્વારા પાલન કરવામાં આવ્યું ન હતું.
19 લોકો સામે કેસ
ગુજરાત પોલીસે બોટ દુર્ઘટના બાદ ભારતીય દંડ સંહિતાની કલમ 304 (હત્યા ન ગણાતા દોષિત માનવહત્યા) અને 308 (ગુનેગાર માનવહત્યાનો પ્રયાસ) હેઠળ 19 લોકો સામે FIR નોંધી હતી. અગાઉ, એક અધિકારીએ કહ્યું હતું કે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યને પકડવાના પ્રયાસો ચાલુ છે. તેની ફરિયાદમાં, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ જણાવ્યું છે કે મનોરંજન માટે તળાવના કિનારે વિકાસ, સંચાલન અને જાળવણી કરતી પેઢીના માલિકો, મેનેજરો અને બોટ ઓપરેટરોએ ઘણા કેસોમાં ગુનાહિત બેદરકારી આચરી હતી.
કોણ છે બિનીત કોટિયા?
બિનીત કોટિયા કોટિયા ફુડ્સ કંપનીનો મુખ્ય પાર્ટનર છે. હરણી લેકઝોન પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ્સનાં હસ્તે હતો. 32 વર્ષીય બિનીત કોટિયા કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર કામ કરી રહ્યો હતો. મૂળ ભરુચનો રહેવાસી બિનીત છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે રહે છે.