સુરત(Surat) : સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) ઓલપાડ (Olpad) તાલુકાના ભાંડુત ગ્રામ પંચાયતના તલાટીને (Talati) લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી (Arrest) પાડ્યો છે. તલાટી કમ મંત્રીએ વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે રૂપિયા 11 હજારની લાંચ માંગી હતી.
સુરત એન્ટી કરપ્શન બ્યુરોને એક જાગૃત નાગરિક તરફથી ફરિયાદ મળી હતી કે ભાડુંત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હિતેન્દ્રકુમાર પરમાર નવા મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે રૂપિયા 11 હજારની લાંચ માંગી હતી. રકઝકના અંતે 4000 લાંચ નક્કી થઈ હતી.
જોકે, ફરિયાદીને લાંચ આપવું મંજૂર નહીં હોય તેણે આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી. તેથી છટકું ગોઠવીને આજે એસીબીએ હિતેન્દ્રકુમાર પરમારને રૂપિયા 4000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી હિતેન્દ્રકુમાર પરમારને ડિટેઈન કરી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.