Madhya Gujarat

સંજેલીના ડુંગરા-સરોરી ગામે બંધ મકાનના તાળા તૂટ્યાં

સંજેલી, તા.૧૦
સંજેલી તાલુકાના ડુંગરા અને સરોરી ખાતે બે બાઈક ચાલકોએ ચાર જેટલા બંધ મકાનના તાળા તોડી સોના ચાંદી અને રોકડ રકમ મળી આંદાજીત દસ લાખ જેટલી માલ મતાનો હાથ સફાયો કરી તસ્કરો ફરાર . સંજેલી નગર થોડા દિવસ અગાઉ ચડ્ડી ધારી તસ્કરોએ સાત જેટલા મકાનોને તાળા તોડી અને સોના ચાંદી અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. જેની હજી સહી ભુસાઈ નથી. અને સંજેલી તાલુકાના ડુંગરા ગામના વતની અને ગાંધીનગર ખાતે સર્વિસ કરતા અશ્વિનભાઈ પ્રદીપભાઈ ભાભોર અને તેમના કાકા ચંદ્રસિંહ લેમસિંગ ભાભોર ના ઘરના બંધ મકાનના ગતરોજ રાત્રિના સમયે બે બાઈક ચાલકો ઘર આંગણે જ બાઈક પાર્ક કરી અને નજીકમાં જ લગ્નના ડીજે ના અવાજ નો તકનો લાભ લઈ અને મકાનના દરવાજા તોડી ઘરમાં મૂકી રાખેલા કબાટ અને તિજોરીના લોક તોડી વીંટી ચેન બુટ્ટી ની સવા પાંચ તોલાની સોનાની રકમ કંદોરો છડા ઝાંઝરી ની એક કિલો 700 ગ્રામ ચાંદી અને ચાલીસ હજાર રૂપિયા ની રોકડ રકમની ઉઠાતરી કરી નજીકમાં જ કાકાના ઘરમાં પ્રવેશ કરતા કાકા ની આંખ ખુલી જતા કાકા એ બુમાબુમ કરતા બાઇક લઇ અને તસ્કરો નાસી છૂટ્યા હતા. જ્યારે સરોરી ખાતે શિક્ષક દંપતિના રાઠોડ ચુનીલાલ ધનાભાઈ ના બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું.જેમના પુત્રના ફેબ્રુઆરી માસમાં લગ્ન પણ થવાના છે.શિક્ષક દંપતીના મકાનમાંથી પાંચ લાખ રૂપિયા ના સોના ચાંદી ના ઘરેણા અને 50000 રૂપિયા રોકડ રકમ ની ઉઠાંતરી કરી હતી. જ્યારે નજીકમાં જ રહેતા ઈલાબેન કાળુભાઈ રાઠોડ ના મકાનમાં તાળા તોડી અને ઘરમાં પ્રવેશી ઘરના તિજોરી અને કબાટો વેરવિખેર કરી તેમાં મૂકી રાખેલા મંગળસૂત્ર કંદોરો અને 22000 રૂપિયા રોકડ રકમ ની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે સંજેલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે પણ ઘટના સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top