દિલ્હી: (Delhi) દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મોહલ્લા ક્લિનિકમાં (Clinic) નકલી ટેસ્ટના મામલામાં સીબીઆઈ (CBI) તપાસના આદેશ આપ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે મોહલ્લા ક્લિનિકમાં નકલી ટેસ્ટ કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. એલજી ઓફિસના જણાવ્યા અનુસાર દિલ્હી સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિક્સમાં નકલી દર્દીઓના નામે પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.
અગાઉ એલજીએ દિલ્હીની સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં કેટલીક જીવનરક્ષક દવાઓ સહિત બિન-માનક દવાઓની પ્રાપ્તિ અને સપ્લાય અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આવી નકલી દવાઓ દિલ્હીના આરોગ્ય વિભાગ હેઠળની કેન્દ્રીય પ્રાપ્તિ એજન્સીમાંથી સરકારી હોસ્પિટલોમાં સપ્લાય કરવામાં આવતી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા દર્દીઓ અને મોટા પાયે લોકોની ફરિયાદોને પગલે ઇહબાસ, લોક નાયક અને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આ ત્રણેય હોસ્પિટલમાં લાખો દર્દીઓ સારવાર લે છે. બીજી તરફ દિલ્હી સરકાર પર કથિત દારૂ કૌભાંડ કેસનો આરોપ હતો. જેમાં તપાસ ચાલી રહી છે. આ સાથે જ ભાજપે દિલ્હી સરકાર પર વોટર બોર્ડમાં ગોટાળાનો આરોપ પણ લગાવ્યો હતો.