Vadodara

લુણાવાડામાં લાખોના ખર્ચ બાદ પણ પાણી ન મળ્યું !

લુણાવાડા તાલુકાના સજજનપુર ગામમાં 15 વર્ષ પહેલા બનેલી પાણીની ટાંકી અને સમ્પ બિનઉપયોગી પડ્યાં રહ્યાં

લુણાવાડા તા.28
લુણાવાડાના સજ્જનપુર ગામમાં આશરે 15 વર્ષ પહેલા ગ્રામજનો માટે પીવાના પાણીના ઉપીયોગ માટે લાખો ખર્ચે પાઇપ લાઈન, મોટર સહિત પાણીની ટાંકી બનાવામાં આવી હતી. જેમાં આજ દિન સુધી પાણીનું ટીપું પાડવામાં ન આવતાં ટાંકી જર્જરિત થવાના આરે છે. સજ્જનપુર ગામોની ટાંકી લખો રૂપિયાના ખર્ચે બનાવામાં આવ્યાં હતાં. પરંતુ પાણી પુરવઠા કે ગ્રામપંચાયત દ્વારા પાછલા સાત વર્ષથી પાણીનું એક પણ ટીપું ન પડતા શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે.
લુણાવાડાના સજ્જનપુર ગામના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુથી સંપ બનાવામાં આવ્યા છે. પરંતુ તે બંધ હોવાથી વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી અને સરકાર દ્વારા લાખોના ખર્ચે બનાવામાં આવેલી ટાંકી હાલ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ટાંકીની આજુબાજુ અસહ્ય ગંદકી અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. પાછલા પંદર વર્ષથી ટાંકીમાં પાણીનું ટીપું પણ પડ્યું નથી અને 1 વર્ષ પહેલાં આ ટાંકીની બાજુમાં બીજો સંપ બનાવવામાં આવ્યો છે. જેની બાજુમાં પંપ રૂમ મધ્ય ગુજરાત વીજ કંપનીના જોડાણ માટે પણ મોટા પાયે પૈસા ભરી આવી ગયું છે. પરંતુ આ ગામના લોકોનો પાણી ન મળતા હિંડોલીયા પાણી પુરવઠા યોજનાના દ્વારા લાખોનો ખર્ચે છતાં પણ પાણી ન મળતા પાણીનું નામ ભૂ જેવી સ્થિતિ સર્જાઈ છે અને પાણી પુરવઠાની યોજનાઓ માત્ર કોટ્રાક્ટરો અને અધિકારોને કમાવવા માટે બનતી હોય તેમ પસ્ટપણે દેખાઈ રહ્યું છે. આથી, સજ્જનપુર ગામના લોકોને પાણી પુરવઠા દ્વારા તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવામાં આવે એવી માગ ઉગ્ર બની છે.

Most Popular

To Top