વીરપુર તાલુકાના ચાર ગામોમાં ખેડૂતો માટે કિસાન સૂર્યદેવ યોજના સૂર્યાંસ્ત યોજના બની રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ગામોમાં દિવસના બદલે રાત્રે વીજળી આવતા ખેડૂતો ભારે મુશ્કેલીઓ ઉઠાવી રહ્યા છે તેમની માંગ છે કે વીજળી દિવસે આપવામાં આવે ખાંટા ગામ સહિત બીજા અન્ય ગામોમાં ખેતીની વીજળી માટે ખેડૂતોને પડતી મુશ્કેલીઓથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂર્યદેવ યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાની જોગવાઈ છે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇના પાણી માટે તકલીફ ન પડે તે માટે ‘કિસાન સૂર્યોદય’ યોજના અમલમાં મૂકી હતી. પરંતુ વીરપુરના ખાંટા, દાંતલા, કોયડમ, ચીખલી સહિતના ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી, તેઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ ઉપરાંત છાસવારે હિંસક વન્ય પ્રાણીઓને લઈ ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. આ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો ભય રહેતો હોય છે. આ વિસ્તારમાં સંધ્યાકાળ પછી નિલગાય, મગર, ભુંડ જેવા વન્ય પ્રાણીઓનો ભય જોવા મળે છે. ખેડૂતોને પોતાનો જીવના જોખમ ખેતરમાં સિંચાઇના પાણી માટે રાત્રિના સમયે જવું પડતું પડે છે. જેનાં કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. જેથી આ વિસ્તારનાં ખેડૂતોની માગ છે કે સબ સ્ટેશનમાં આવતાં ગામોમાં રાત્રિના સમયની જગ્યાએ દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા વીરપુર ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે આવેદન આપ્યું હતું. આ આવેદનપત્રમાં ખેડૂતોએ માગણી કરી હતી કે, હાલ રવી સીઝન ચાલતી હોય પાકમાં જરુરીયાત પ્રમાણે પાણીની જરુરત ઉભી થતા અનિયમિત વીજ પુરવઠો આવતા પાકને જરુરીયાત પ્રમાણે પાણી મળતુ નથી. મોઘા બિયારણ ખાતરથી પાક મુરજાતા તંત્ર દ્વારા અપાતો આઠ કલાક વિજપ્રવાહ પુરતો મળતો નથી અને વારંવાર ટ્રિપીગ થઈ વિજ પુરવાઠો ખોરવાતા મોટર પંપને પણ નુકશાન થઈ રહયુ છે. સરકાર દ્વારા ખેડુતોને દિવસે વીજપ્રવાહ આપવાની જાહેરાત કરાઈ હોવા છતા યોજનાનો લાભ આપવામાં આવેલ નથી. ખેડુતો દ્વારા તાલુકાનુ કોયડમ ફિડર સુર્યોદય યોજનામાંથી બાકાત રાખી અન્યાય કરાયો હોવાનું જણાવ્યું હતું.
વીરપુરમાં ખેડૂતોને દિવસે વીજપૂરવઠો આપવા માંગ
By
Posted on