ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. ખાસ કરીને રાજયમાં આગામી સાત દિવસ દરમિયાન રાજયમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજયમાં આજે રવિવારે કચ્છમાં નલિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. કચ્છમાં પણ ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 17 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 16 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે., ભૂજમાં 14 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે. અને રાજકોટમાં 14 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે., કેશોદમાં 15 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
કંડલા, રાજકોટ અને ભૂજમાં સિઝનનું સૌથી ઓછુ 14 ડિગ્રી તાપમાન નોંધાયું
By
Posted on