World

એલોન મસ્કનું ‘X’ ઠપ્પ, પોસ્ટ નહીં થઈ શકતા યુઝર્સ પરેશાન

નવી દિલ્હી: વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન એલોન મસ્કના (ElonMusk) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) ગુરુવારે સવારે ઠપ્પ થઈ ગયું હતું. સર્વર ડાઉન થઈ જતા દુનિયાભરના યુઝર્સ પોસ્ટ કરી શક્યા નહોતા. યુઝર્સે આ અંગે ફરિયાદ શરૂ કરી હતી. યુઝર્સે DownDetector પર રિપોર્ટ ફાઇલ કર્યા હતા.

આ એક એવી વેબસાઇટ કે જે સોશિયલ સાઇટના આઉટેજને ટ્રૅક કરે છે. આ આઉટેજ લગભગ 11 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો, જેની માહિતી ડાઉનડિટેક્ટરમાંથી ઉપલબ્ધ છે. આ આઉટેજ પછી X યુઝર્સ આ પ્લેટફોર્મ પર કોઈપણ પોસ્ટ શેર કરી શકતા નહોતા. આ પ્લેટફોર્મ પર યુઝર્સને Welcome To X મેસેજ જોવા મળી રહ્યો હતો. જે ફોન અને વેબ પ્લેટફોર્મ બંને પર દેખાતો હતો.

ડાઉનડિટેક્ટરના ડેટા અનુસાર, લગભગ 47 હજાર અમેરિકન વપરાશકર્તાઓએ રિપોર્ટ કર્યો હતો. યુઝર્સે જણાવ્યું કે તેઓ X (Twitter)ની સર્વિસ એક્સેસ કરવામાં સક્ષમ નથી. આ સમસ્યાનો સામનો બ્લુ સબસ્ક્રાઇબર દ્વારા પણ થાય છે, જે પેઇડ સર્વિસ છે. તેની શરૂઆત એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, ટ્વિટરનો હવાલો સંભાળ્યા બાદ એલોન મસ્કે ઘણા લોકોને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ અંગે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આના કારણે ટ્વિટરને આ વર્ષે ઘણી આઉટેજનો સામનો કરવો પડ્યો હતો.

એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરનો હવાલો સંભાળ્યો હતો
X એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ ગયા વર્ષથી સમાચારોમાં છે. વાસ્તવમાં, ગયા વર્ષે તેને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક એલોન મસ્કે ખરીદ્યો હતો. પછી તેનું નામ ટ્વિટર હતું, આ વર્ષે આ પ્લેટફોર્મનું નામ બદલીને X કરવામાં આવ્યું હતું. આ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે જેના પર ઘણી મોટી હસ્તીઓ અને રાજનેતાઓ છે. સામાન્ય યુઝર્સ પણ તેના પર એકાઉન્ટ બનાવી શકે છે અને પોતાના ફેવરિટ સેલિબ્રિટી અને ફેવરિટ પોલિટિશિયનને ફોલો કરી શકે છે.

Most Popular

To Top