Gujarat

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ગોધરામાં પાકિસ્તાન અને ISIS કનેકશનમાં 5 શખ્સની અટકાયત કરી

ગાંધીનગર : કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટના આધારે ગુજરાત (Gujarat) એટીએસની (ATS) ટીમે ગોધરા (Godhara) તથા અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આઇએસઆઇએસ (ISIS) તથા પાકિસ્તાન (Pakistan) કનેક્શન હોવાના સંદર્ભમાં પાંચ શખ્સોને અમદાવાદ એટીએસ કચેરી ખાતે લાવવામાં આવ્યા હતાં. આ તમામની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે.

  • કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટના આધારે ગુજરાતમાં કાર્યવાહી
  • કાર સેવકની ટ્રેન સળગાવવા માટે જાણીતા ગોધરામાંથી પાંચને ઊંચકી લેતી ATS

એટીએસના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગોધરા ખાતેથી એક મહિલા સહિત પાંચ શખ્સોની એટીએસના અધિકારીઓ દ્વારા ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તેમના શંકાસ્પદ બેંક એકાઉન્ટ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત તેમના પાસપોર્ટની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધારે ગુજરાત એટીએસએ તપાસ હાથ ધરતા આ પાંચેય શખ્સોના પાકિસ્તાન તેમજ આઈએસઆઈએસ સાથેના કનેક્શન હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોના મોબાઇલ ફોન સહિતના ઇલેક્ટ્રોનિક ગેઝેટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ શંકાસ્પદ પાંચ શખ્સોની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે.

Most Popular

To Top