સુરત: સુરત (Surat) ગણદેવીમાંથી આઠ મહિનાથી ગુમ ખેડૂતનો હત્યા મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ખેડૂતનો મૃતદેહ અમલસાડ ઓવર બ્રીજ નીચે જમીનમાં દાટી દેવાયેલો મળી આવતા પોલીસે (Police) ફોરેનસિક પોસ્ટ મોર્ટમ માટે સુરત લઈ આવી હતી. પીડિત ભાઈએ જણાવ્યું હતું કે હત્યા માજી સરપંચ અને એના માણસોએ કરી હતી. સામાન્ય અદાવતમાં ભાઈની હત્યા (Murder) કરી જમીનમાં દાટી પુરાવાનો નાશ કરવાના આરોપમાં આઠ જણા ઝપડાયા બાદ મૃતદેહ જમીનમાં દાટી દેવાયો હોવાની ખબર પડી હતી. જોકે ભૌતિક ઉર્ફે ભાવુ હત્યા કેસના મુખ્ય આરોપી કલ્પેશ હજી ફરાર છે.
ધ્રુવલ કુમાર (પીડિત ભાઈ) એ જણાવ્યું હતું કે ભૌતિક ઉર્ફે ભાવુ ગણપત પટેલ ઉ.વ. 29 રહે છાપરાગામ દેસાઈ ફળિયું ગણદેવી, ખેડૂત હતા સાથે ઝીંગા ઉછેળ ના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. આઠ મહિનાથી ગુમ હતા. પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. હાલ ચીખલી પોલીસે કેટલાક શંકાસ્પદ આરોપીઓને પકડ્યા હતા. જેમની કબૂલાત બાદ અમલસાડ રેલવે ટ્રેક આગળ ઓવર બ્રીજ નીચે જમીનમાં ભૌતિકને દાટી દીધો હોવાની માહિતી બાદ પોલીસે જમીનમાંથી એક કંકાલ બહાર કાઢ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે કંકાલના હાથમાં પ્લેટ અને દોરા પરથી ભૌતિક હોવાની ઓળખ થઈ હતી. આરોપીઓએ કબૂલાત કરી હતી કે ભૌતિકની હત્યા બાદ પુરાવાનો નાશ કરવા એના મૃતદેહને જમીનમાં દાટી દેવાયો હતો. હત્યા માજી સરપંચ કલ્પેશ પટેલ સાથે કરી હતી. હાલ કલ્પેશ પટેલ ફરાર છે. હત્યા પાછળ ભૌતિકના મિત્ર સાથેનો ઝગડો અને ભૌતિક ની મધ્યસ્થી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાલ ચીખલી પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.