PM મોદીએ (PM Modi) મધ્ય પ્રદેશનામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીના એક નિવેદન પર તેમણે રાહુલ ગાંધીને મુર્ખોના સરદાર કહ્યું હતું.
મોદીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર નો વિરોધી છું જ માટે પહેલા મને પાંચ ગાળો આપતા હતા હવે પચાસ ગાળો આપે છે. કોંગ્રેસ હવામા ઉડી રહી છે. તેને જમીન પર ગરીબ લોકો નથી દેખાતા. PM મોદીએ રાહુલ ગાંધીના એક દિવસ અગાઉ આપેલા નિવેદન મુદ્દે જવાબ આપતા કહ્યું કે મેં સાંભળ્યું છે કે એક મહાજ્ઞાની કહી રહ્યાં હતા કે ભારતના તમામ લોકો પાસે મેડ ઈન ચાઈના મોબાઈલ છે. અરે મુર્ખોના સરદાર કઈ દુનિયામાં રહો છો. તમને લોકોને દેશની ઉપલબ્ધીઓ ન જોવાની માનસિક બિમારી છે. ખબર નહી ક્યાં વિદેશી ચશ્મામાં પહેર્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન રાહુલ ગાંધીના એક નિવેદન તરફ ઈશારો કરી મૂર્ખોના સરદાર કહ્યું હતું.
તેમણે કહ્યું કે સચ્ચાઈ એ છે કે ભારત મોબાઈલ ફોનનો બીજો સૌથી મોટો નિર્માતા દેશ છે. જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે ભારતમાં દર વર્ષે 20 હજાર કરોડ મોબાઈલ બનતા હતા. હવે ત્રણ લાખ કરોડના મોબાઈલ બની રહ્યાં છે.
જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ સોમવારે મધ્ય પ્રદેશના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે મેડ ઈન ચાઈનાને મેડ ઈન મધ્ય પ્રદેશ બનાવવાની જરૂર છે. મોબાઈલ ફોનની પાછળ જુઓ શર્ટ પાછળ જુઓ ચંપલમાં જુઓ તમામ જગ્યા મેડ ઈન ચાઈના દેખાશે. તમે ક્યારે કેમરા પાછળ કે શર્ટ પાછળ મેડ ઈન મધ્યપ્રદેશ જોયુ છે. હું તે જોવા માંગુ છું.