તમે 60ની ઉપર પહોંચ્યા એટલે સીનીયર સીટીઝનના દરજ્જામાં આવી જાવ છો, દરેક જાહેર સ્થળે સીનીયર સીટીઝન માટે અલગ વ્યવસ્થાનાં બોર્ડ હોય છે, પણ વ્યવસ્થા હોતી નથી! શું ભારતમાં સિ.સિ. હોવું ગુનો છે? 60 વર્ષની ઉંમર પછી પણ સારું કમાતા ધમાતા વ્યક્તિને તબીબી વીમો (હેલ્થ ઇન્સ્યુ.) મળવા પાત્ર નથી તેને EMI પર લોન મળતી નથી. ડ્રાઇવીંગ લાઇસન્સની મર્યાદા 70 વર્ષ સુધીની છે અને ત્યાર પછી સિ.સિ. બહાર જવું હોય તો બીજા પર નિર્ભર રહેવાનું અથવા ભાડેના વાહનમાં ખર્ચો કરીને જવાનું અને આવવાનું. સિ.સિ. વાંસની જેમ ઊગી નથી આવ્યો.
તેને તેના જીવનકાળમાં સરકારી તમામ કરવેરા-વેરા-ભર્યા જ છે. તેને સીધું આડકતરું તેના શેર માટે કોઇ ને કોઇ રીતે યોગદાન આપ્યું જ છે. છતાં..? બીજી તરફ રાજનીતિમાં દરેક પદાધિકારીઓને પેન્શન સહિત રીઝર્વેશનના લાભ-લાભોની ટંકશાળ પાડવામાં આવે છે. જેની તેમને જરૂર જ નથી. જો દેશના સિ.સિ. ચૂંટણીમાં સરકારની વિરુદ્ધ જશે તો તેની અસર પડશે કે નહીં? તેઓને બસ રેલવે અને એરવે વ.વ.ની મુસાફરીમાં ફરજીયાત રાહત મળવી જોઇએ. છેલ્લા શ્વાસ સુધી તમામને વીમા આવશ્યક હોવો જોઇએ.
વર્ષોથી હેલ્થ ઇન્સો.નું પ્રિમીયમ ભરતો નાગરિક સિ.સિ.ની કેડરમાં આવે એટલે પ્રિમીયમ ડબલ થઈ જાય. વળી તેનો સાથી (પતિ-પત્ની)ની ઉપર સિ.સિ.ની કેડરમાં સાથે એટલે વળી પ્રિમીયમ દોઢી થઈ જાય. આવી વ્યવસ્થા રદ થવી જોઇએ. સિ.સિ. કેડરમાં નાગરિક આવે તો તેના પ્રિમીયમમાં રાહત થવી જોઇએ. 15 વર્ષ જૂના વાહનને સ્ક્રેપ કરવાનો નિયમ સરકાર લાવી છે તે માત્ર કોમર્શિયલ વાહનો પૂરતી જ મર્યાદિત હોવી જોઇએ. ઘરગથ્થુ વાહન 15 વર્ષમાં લાખ કિ.મી. પણ ફરી હોતી નથી અને ફોર વ્હિલર્સની આશરે બે લાખ કિ.મી. સુધીની ક્ષમતા હોય જ છે. સિ.સિ. જે વાહન વાપરે છે તે જો સરકાર સ્ક્રેપ કરશે તો તે નવું વાહન ક્યાંથી કઇ રીતે લાવી શકશે? સરકાર તેને 50-80 ટકાની સબસિડીથી નવું વાહન આપવાની હોય તો સિ.સિ. મંજૂર છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.