SURAT

સુરતના ગોડાદરામાં ભાડાના મકાનમાં બે કેબીન બનાવી ચાલતો હતો ગોરખધંધો

સુરત: (Surat) ગોડાદરા આસાપાસ ત્રણ રસ્તા પાસે મહાવીરનગરમાં ભાડાના મકાનમાં કુટણખાનું (Brothel) શરૂ કરી દેવાયું હતું. ગોડાદરા પોલીસે રેઈડ કરી સંચાલક અને બે ગ્રાહકોને પકડી પાડી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસે (Police) ત્રણ મોબાઈલ ફોન અને 24 કોન્ડોમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • ગોડાદરામાં ભાડાના મકાનમાં બે કેબીન બનાવી કુટણખાનુ ધમધમતું હતુ
  • સંચાલક અને બે ગ્રાહકોને ઝડપી પાડી 3 મહિલાઓને મુક્ત કરાઈ, ત્રણ મોબાઈલ ફોન અને 24 કોન્ડોમ કબજે કરાયા

ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસની ટીમે બાતમીના આધારે ગઈકાલે બપોરે આસાપાસ ત્રણ રસ્તા પાસે મહાવીરનગર પ્લોટ નં.14 શનિદેવ ઓઇલ મીલની ઉપર પહેલા માળે રેઈડ કરી હતી. રેઈડ કરી ત્યારે કાઉન્ટર ઉપર એક વ્યક્તિ હાજર હતો. તેનું નામ પુછતા પોતે સંચાલક અરવિંદ ઉર્ફે ઠક્કર શંકરલાલ ઠક્કર (ઉ.વ.54, રહે.પ્લોટ નં.1, ભવાની કોમ્પ્લેક્ષ, કાળાપુર, પુણાગામ, સુરત. મૂળ રહે.ધનમોડા, તા.ચાણસમા, જી.પાટણ) હોવાનું જણાવ્યું હતું. અંદર બે કેબીન બનાવી હતી. તેમાં તપાસ કરતા બે લલના અને બે ગ્રાહક કઢંગી હાલતમાં મળ્યા હતા.

પોલીસે કેબીનની બાજુમાં એક રૂમમાં તપાસ કરતા ત્યાંથી પણ એક લલના મળી હતી. પોલીસે ત્યાંથી ગ્રાહક વકીલ અજય દિલીપભાઇ કાકડિયા (ઉ.વ.24, રહે. નંદપાર્ક સોસાયટી, અશ્વનીકુમાર રોડ, વરાછા) અને મહેશ બાલેશ્વર શર્મા (ઉ.વ.38, રહે. એસ.કે નગર, ગોડાદરા) ની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણ લલનાઓને મુક્ત કરાવી રોકડા, 3 મોબાઈલ અને 24 કોન્ડોમ કબજે કર્યા હતા. સંચાલક ગ્રાહકો પાસેથી 1 હજાર લઈને સગવડ પુરી પાડતો હતો.

મારે તારી સાથે વાત કરવી છે, મુલાકાત કરવી છે કહીને પરિણીતાની છેડતી
સુરત: ગોપીપુરા ખાતે રહેતી પરિણીતાને તેના સાસરીયા સામે રહેતો યુવક પીછો કરીને પરેશાન કરતો હતો. દરમિયાન એક દિવસ મારે તારી સાથે વાત કરવી છે તારી સાથે મુલાકાત કરવી છે કહી ઘરમાં ઘુસવાની કોશિષ કરતા અંતે પરિણીતાએ અઠવા પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ગોપીપુરા સોનીફળીયા ખાતે રહેતી 31 વર્ષીય પરિણીતાએ તેના સસરાના ઘરની સામે મહિધરપુરાના બેગમપુરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય વિવેક કમલભાઇ જરીવાલાની સામે ફરિયાદ નોંધાવી છે.

વિવેક ગત 12 જાન્યુઆરી 2023 થી પરિણીતાનો અવારનવાર પીછો કરતો હતો. દરમિયાન ગત 23 ઓક્ટોબરે બપોરે પરિણીતાનો પીછો કરતા કરતા વિવેક તેના ઘર સુધી પહોંચી ગયો હતો. પરિણીતા ઘરમાં પહોંચી ગયા બાદ પણ વિવેકે ઘરનો દરવાજા ખખડાવી મારે તારી સાથે વાત કરવી છે, મારે તારી સાથે મુલાકાત કરીને જવું છે, તેમ કહી ઘરમાં પ્રવેશવાની કોશિશ કરી હતી. પરિણીતાએ આખરે કંટાળીને અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી ઘણા સમયથી પરિણીતાને પરેશાન કરે છે. અને તેના ત્રાસથી કંટાળી તે આઠેક મહિનાથી તેના પિતાના ઘરે રહેવા આવી હતી. અગાઉ આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા સમાધાન થયું હતું.

Most Popular

To Top