સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ચિચીનાગાવઠા રેંજનાં વનકર્મીઓની (Forester) ટીમે કુડકસ ગામ નજીકથી સાગી ચોરસા ભરેલી પીકઅપ ગાડીને (Pickup Wehicle) ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ડાંગ વન વિભાગે (Forest Department) ફિલ્મી ઢબે પીછો કરી સાગી ચોરસા ભરેલી પીકઅપ ઝડપી પાડી હતી.
- ડાંગ વન વિભાગે ફિલ્મી ઢબે પીછો કરી સાગી ચોરસા ભરેલી પીકઅપ ઝડપી પાડી
- ડાંગનાં ચિચીનાગાવઠા રેંજમાંથી વનકર્મીઓએ સાગી ચોરસા, પીકઅપ મળી 5.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ સુરેશ મીનાની ટીમે નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન આર.એફ.ઓ સુરેશ મીનાને બાતમી મળી હતી કે આહવા-વઘઇ રોડ પર આવેલા ગીરાદાબદર ફાટક પાસેથી પીકઅપ ગાડીમાં ગેરકાયદેસર સાગી ચોરસા ભરી લઈ જવાઈ રહ્યા છે. જેથી ચિચીનાગાવઠા રેંજનાં કર્મીઓ સુરેશ મીના, જી.એ.માહલા રાઉન્ડ ફોરેસ્ટર, એચ.જે.ચૌધરી સહીતનાએ ગીરાદાબદર ફાટક પાસે વોચ ગોઠવી હતી. તે વેળાએ ટાટા પીકઅપ ગાડી ન. જી.જે.05.સી.ડબ્લ્યુ 1489 આવતા ઉભી રાખી ચેક કરતા હતા.
તે દરમ્યાન પીકઅપ ગાડીનાં ચાલકે રિવર્સ મારી કુડકસ ગામ તરફ હંકારી મૂકી હતી. બાદમાં ચિચીનાગાવઠા રેંજનાં વનકર્મીઓની ટીમે આ પીકઅપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા કુડકસ ગામ નજીક ચાલક ઉભી રાખી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. વનકર્મીઓની ટીમે ટાટા પીકઅપમાં તપાસ કરતા તેમાંથી સાગી ચોરસા નંગ-15 ઘનમીટર 2,518 જેની અંદાજીત કિંમત 91,115 તથા પીકઅપ 4,40,000 મળી કુલ 5,31,115 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલમાં ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ સુરેશ મીનાએ મુદ્દામાલનો કબ્જો મેળવી આ લાકડા ક્યાંથી કપાયા અને કોણે કટિંગ કર્યા અને ક્યાં લઈ જવાતા હતા જેની તપાસ હાથ ધરી છે.
વાપીની છીરીથી તસ્કરો વેપારીની કાર ઊઠાવી ગયા
વાપી : વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી નજીકના છીરી કોપરલી રોડ, મેહેર કોમ્પ્લેકસમાં મોહમદ ઈમરાન અબ્રારઅલી સામાની (ઉં.35) પરિવાર સાથે રહે છે અને તેઓ કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. તેઓ રાબેતા મુજબ કાર નં. જીજે-15 સીજે-8955 લઈ કામાર્થે ગયા હતા અને તે બાદ પરત ઘરે ફરી નિયત સ્થળે કારને લોક મારી પાર્ક કરી હતી. જે બાદ તસ્કરોએ કોઈક નકલી ચાવી અથવા કોઈ અન્ય રીતે ચાલુ કરી કાર ચોરી કરી ગયા હતાં. સવારે કાર નજરે નહીં પડતા તેની શોધખોળ કરી હતી. જે બાદ કોઈ પત્તો નહીં લાગતા કાર ચોરી થયાની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં કરી હતી.