Sports

સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ: 30 ઓવરમાં જ ભારત પાકિસ્તાનને ધૂળ ચટાડી ટોપ પર પહોંચ્યું

અમદાવાદ: (Ahmedabad) ICC વર્લ્ડ કપમાં (World Cup) શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું. ODI વર્લ્ડ કપ 2023માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું છે. પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની આ 8મી જીત છે. વર્લ્ડકપમાં આજ સુધી પાકિસ્તાન ક્યારેય ટીમ ઈન્ડિયા સામે મેચ જીતી શક્યું નથી. આ સાથે જ ભારત સામે વર્લ્ડકપમાં પહેલી જીતનું પાકિસ્તાનનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની આ સતત 8મી જીત છે. આ જીત સાથેજ ભારત પોઇંટ ટેબલ પર સૌથી ઉપર પહોંચી ગયું છે.

આ પહેલા ભારતીય (Indian) ટીમની કિલર બોલિંગથી પાકિસ્તાનની (Pakistan) ટીમને પરસેવા પડી ગયા હતા. તેનો આખો દાવ 191 રનમાં સમેટાઈ ગયો હતો. સ્ટેડિયમમાં દર્શકોએ ભારતીય બોલરોના પ્રદર્શનને વધાવી લીધી હતો. બીજી તરફ 192ના લક્ષ્ય પાર કરવા પાકિસ્તાન સામે ભારતની ટીમ મેદાનમાં ઉતરી હતી. ઓપનિંગ બેટ્સમેન તરીકે શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે ક્રિઝ પર ઉતર્યા હતા. જોકે ભારતને ગિલ કાર્ડ રમવાનો કોઈ ખાસ ફાયદો થયો ન હતો. ગિલ 16 રન બનાવીને આઉટ થયો હતો.

શાહીન આફ્રિદીએ પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ત્રીજી ઓવરના પાંચમા બોલ પર શુભમન ગિલને આઉટ કર્યો હતો. ગિલ 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ગિલ શાદાબ ખાનના હાથે કેચ થયો હતો. રોહિત શર્મા સાથે વિરાટ કોહલી ક્રિઝ પર હતો. રોહિતે શાહીન આફ્રિદીની પ્રથમ ઓવરમાં આક્રમક વલણ દાખવ્યું હતું. પહેલા જ બોલ પર ચોગ્ગો માર્યો હતો. તે પછી તેણે એક રન લીધો અને શુભમન ગિલને સ્ટ્રાઇક આપી હતી. શુભમને પણ શાહીનના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજી તરફ રોહિત શર્માના સિક્સર સાથે જ વન ડે મેચમાં તેની 300 સિક્સર પૂરી થઈ હતી.

આ પહેલા રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ પછી ભારતીય બોલરોએ ધીરે ધીરે પોતાનો જાદુ બતાવવાનું શરૂ કર્યું હતું. બાબર આઝમે ચોક્કસપણે અડધી સદી ફટકારી હતી પરંતુ તેના અને રિઝવાનના 49 રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો. ભારત તરફે જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી.

Most Popular

To Top