Business

મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, ગૌતમ અદાણી આ નંબર પર સરકી ગયા

નવી દિલ્હી: (New Delhi) મુકેશ અંબાણી (Mukesh Ambani) ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી અમીર ભારતીયનું બિરુદ ફરીથી મેળવ્યું છે. રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ 2014માં 165,100 કરોડ રૂપિયાથી વધીને લગભગ 808,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે જે ચાર ગણો વધારો છે. હુરુન ઈન્ડિયા અને 360 વેલ્થે આજે 360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 બહાર પાડ્યું છે.

  • મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા
  • મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી અમીર ભારતીયનું બિરુદ ફરીથી મેળવ્યું
  • મુકેશ અંબાણીની સંપત્તિ 2014માં 165,100 કરોડ રૂપિયાથી વધીને લગભગ 808,700 કરોડ રૂપિયા થઈ
  • અદાણી રૂ. 474,800 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને

હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બીજા સ્થાને સરકી ગયા છે અને તેમની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અદાણી રૂ. 474,800 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને સરકી ગયા છે. સાયરસ એસ પૂનાવાલાએ 2,78,500 કરોડની કુલ સંપત્તિ સાથે ત્રીજા નંબરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. રસપ્રદ વાત એ છે કે ભારતમાં 259 અબજોપતિ છે જે ગયા વર્ષ કરતા 38 વધુ છે.

શિવ નાદર 2,28,900 કરોડની સંપત્તિ સાથે યાદીમાં ચોથા સ્થાને છે, ત્યારબાદ ગોપીચંદ હિન્દુજા અને પરિવાર 1,76,500 કરોડની સંપત્તિ સાથે પાંચમા સ્થાને છે. દિલીપ સંઘવી 1,64,300 કરોડ રૂપિયા સાથે છઠ્ઠા સ્થાને છે. એલએન મિત્તલ અને પરિવાર રૂ. 1,62,300 કરોડ સાથે સાતમા સ્થાને છે. રાધાકિશન દામાણી અને પરિવાર 1,43,900 કરોડની સંપત્તિ સાથે આઠમા સ્થાને છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023માં ₹1,25,600 અને ₹1,20,700 કરોડ સાથે કુમાર મંગલમ બિરલા અને પરિવાર તેમજ નીરજ બજાજ અને પરિવાર અનુક્રમે નવમા અને દસમા ક્રમે છે.

  • હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023
  • 1. મુકેશ અંબાણી- ₹808,700 કરોડ
  • 2. ગૌતમ અદાણી- ₹474,800 કરોડ
  • 3. સાયરસ એસ પૂનાવાલા – ₹2,78,500 કરોડ
  • 4. શિવ નાદર- ₹2,28,900 કરોડ
  • 5. ગોપીચંદ હિન્દુજા- ₹1,76,500
  • 6. દિલીપ સંઘવી – ₹1,64,300
  • 7. એલએન મિત્તલ અને પરિવાર – ₹1,62,300
  • 8. રાધાકિશન દામાણી- ₹1,43,900
  • 9. કુમાર મંગલમ બિરલા- ₹1,25,600
  • 10. નીરજ બજાજ- ₹1,20,700

Most Popular

To Top