Trending

સુર્ય ગ્રહણની સાથે થશે નવરાત્રીની શરુઆત, આ 4 રાશિના જાતકોને થશે અઢળક લાભ

નવી દિલ્હી: સનાતન (Sanatan) ધર્મમાં નવરાત્રીનું (Navratri) ખુબ મહત્ત્વ છે. હિન્દુઓ દ્વારા તેની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. શારદીય નવરાત્રી દરમિયાન જગતજનની જગદંબાના નવ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા અને આરાધના કરવામાં આવતી હોય છે. આ વખતે શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થાય છે અને નવરાત્રીના પહેલાં જ દિવસે સુર્યગ્રહણ છે. આ સુર્યગ્રહણ (Solar Eclipse) 14 ઓક્ટોબરે રાત્રે 8 વાગીને 34 મિનિટે શરૂ થશે અને રાત્રે 2 વાગીને 25 મિનિટે તેનું સમાપન થશે. ચાલો જાણીએ સૂર્યગ્રહણની નવરાત્રી અને વિવિધ 12 રાશિઓ પર શું અસર થસે.

નવરાત્રી પર સુર્યગ્રહણની અસર
સુર્યગ્રહણની નવરાત્રી પર ખરેખર કોઇ અસર નહીં પડે. નવરાત્રીના પહેલાં દિવસે સારી રીતે ઘટસ્થાપના કરી શકાશે. કેમકે રાત્રે 2 વાગીને 25 મિનિટે સૂર્યગ્રહણ પુરું થઇ જાય છે, તેથી નવરાત્રી પર તેની કોઇ અસર નહીં પડે. સાથે બધા શુભ કાર્યોની શરુઆત પણ કરી શકાશે.

શારદીય નવરાત્રી આ રાશીઓ માટે લાભદાયી રહેશે

મેષ: આ શારદીય નવરાત્રી મેષ રાશિના લોકોને આર્થિક લાભ કરાવી શકે છે. આ દરમિયાન મા દુર્ગાના આશિર્વાદથી મેષ રાશિવાળા લોકોના બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને સ્વાસ્થયમાં પણ સુધારો થશે. ઉપરાંત આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઇને આવશે, જે ખુબ જ શુભ માનવામાં આવી રહ્યું છે.

વૃષભ: આ શારદીય નવરાત્રી વૃષભ રાશિના લોકો માટે ખુબ જ શુભ માનવામાં આવી રહી છે. વિધ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં લાભ મળશે. નોકરી કરવાવાળાનું પ્રમોશન થઈ શકે છે. ઉપરાંત નવો બિઝનેસ કરવાવાળાને પણ લાભ થઈ શકે છે.

સિંહ: આ શારદીય નવરાત્રી સિંહ રાશિના લોકો માટે ખુબ જ શુભ રહેવાની છે. જો તમે નવી નોકરીની તલાશમાં છો તો જલ્દી જ તમને તમારી મનપસંદ નોકરી મળી શકે છે. લગ્નના પ્રસ્તાવો પણ મળવાના શરૂ થશે.

તુલા: આ શારદીય નવરાત્રી તુલા રાશિના લોકો માટે ખુશખબરી લઈને આવશે. મનપસંદ નોકરીનો પ્રસ્તાવ મળશે. સારા સમાચાર મળી શકે છે. તમને સકારાત્મક પરિણામો મળશે.

Most Popular

To Top