SURAT

સુરતના પુણા-સીમાડા રોડના નિવાસીયો શુદ્ધ ઘી ખાતા પહેલા આટલું જાણી લેજો

સુરત: (Surat) સુરતના પુણા સીમાડા રોડ પરથી સુરત મહાનગર પાલિકાની (Municipal Corporation) ટીમે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ધરમ એન્ટરપ્રાઈઝ ખાતે સુરત મહાનગર પાલિકાની ટીમને ઘીનો (Ghee) જથ્થો શંકાસ્પદ લાગતા 1 લીટર, 500 મી.લી, 200મી.લી. અને 100 મી.લી.ની પ્લાસ્ટીકની બોટલ/જાર મળી આશરે 3,336 લીટર ઘી જ્પ્ત કરી લેવાયું હતું.

  • પુણા-સીમાડા રોડ પર ધરમ એન્ટરપ્રાઇઝ માંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરાયો
  • ભેળેસેળવાળુ ઘી બનાવાતું હોવાની માહીતી ફુડ વિભાગને મળતા 3 ટીમો બનાવી દરોડા કરાયા

શહેરમાં ખાણી-પીણીની ચીજોમાં ભેળસેળ પકડાવું સામાન્ય વાત થઇ પડી છે, તેમાં પણ ખાસ કરીને ડેરીપ્રોડકટ જેવી કે દુધ, પનીર, ચીઝ, ધી વગેરેમાં મોટા પાયે ભેળસેળ કરી શહેરીજનોને ઘીમુ જેર સપ્લાય થઇ રહયું છે. ત્યારે મનપાના ડે.કમિશ્નર(હેલ્થ અને હોસ્પીટલ) તેમજ ડેઝીગ્નેટેડ ઓફિસરને સ્થાનિક વ્યક્તિ ધ્વારા એવી માહીતી મળી હતી કે, પુણા તેમજ સીમાડા વિસ્તારમાં ભેળસેળવાળુ ઘી બનાવી વેંચવાનું મોટાપાયે કામ ચાલે છે. જેના આધારે શુક્રવારે ચીફ ફુડ સેફટી ઓફીસર જગદીશ સાળુંકેના માર્ગદર્શનમાં વરાછા ઝોન-એ માં ૧૦ ફુડ સેફટી ઓફીસરોની અલગ અલગ ત્રણ ટીમો બનાવી વરાછા ઝોન-એના જુદા જુદા વિસ્તારમાં તપાસ શરૂ કરાઇ હતી.

દરમિયાન આ ટીમોને પુણા સીમાડા રોડ સ્થિત ગોદાવરી પાર્ક સોસા.માં ઘર નં-એ/૨૨૮માં “ધરમ એન્ટરપ્રાઈઝ” ના નામની સંસ્થા મળી આવી હતી જેમાં સંસ્થાના માલિક ધ્વારા શંકાસ્પદ ઘી બનાવતા હોવાનું માલુમ પડયુ હતુ. તેથી અહી બનાવાયેલા નામ વગરના લુઝ ઘીના પેકીંહ તેમજ સ્વામી નારાયણ પ્રિમિયમ કાઉ ઘી નામથી પેકીંગ કરેલા ઘીના નમુના લઇ પૃથ્થકરણ સારૂં પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તેમજ આ ઘીનો જથ્થો શંકાસ્પદ લાગતો હોય ૧ લીટર, ૫૦૦ મી.લી, ૨૦૦મી.લી. અને ૧૦૦ મી.લી.ની પ્લાસ્ટીકની બોટલ/જાર આશરે કુલ-૩,૩૩૬ લીટર ઘી જ્પ્ત કરી લેવાયું હતું.

Most Popular

To Top