જયારે કોઇપણ શહેરનો આર્થિક વિકાસ વધે છે ત્યારે તે શહેરમાં ક્રાઈમરેઇટ વધે છે.ત ેથી આપણા સુરમાં પણ ક્રાઈમરેઇટ વધી રહ્યો છે. પણ સુતરની પોલિસ તુરતન્ત જ સક્રિય થઇને બળાત્કારીઓને, લુંટારાઓને અને ખુનીઓને પકડી પાડે છે. હમણાં જ વાલક પાસે વહેલી સવારે લકઝરી બસમાંથી આંગડિયાના માણસો હીરા લઇને ઉતર્યા ત્યારે પાંચ લુટારાઓ બંદૂકને નાળચે 2 મિનિટમાં જ 4.58 કરોડના હીરા લૂંટીને ભાગી છૂટયા. પણ થેલાઓમાં 3 જીપીએસ ટ્રેકર હતા. જેનાથી પોલિસે લોકેશન ટ્રેસ કરીને તમામ પાંચ લુટુંરાઓને ત્રણ કલાકમાં જ પકડી પાડયા. બળેવના સમય દરમ્યાન એક યુવતી લેપટોપ સાથે તેની Ph.D.ની થીસીસ લેવાનું ભૂલી ગઈ. થીસીસ પાછલ તેની 3 વર્ષની મહેનત હતી. પોલીસને ફરિયાદ કરી ચાર દિવસે પોલિસને રક્ષાબંદન કર્યું.
ઓરિસ્સાના બે યુવાનો જૈન મંદીરની હીરાજડીત મૂર્તી ચોરીને તેમને ગામ ટ્રેઇનમાં જવા નીકળી ગયા. પણ સુરત પોલિસ ફલાઈટ પકડીને બેંગ્લોર અને બેંગ્લોરથી ભુવનેશ્વર આવી અને ત્યાંથી ટેક્ષી કરીને મયુરભેજ ડિસ્ટ્રિકટના ઉદાલા ગામે પેલા બે ચોરો પહોંચે તે પહેલા જ એમના ઘરે પહોંચી ગયા. જયારે આ બે ચોરો ઘરે આવ્યા કે તુરન્ત પોલિસે લોકલ પોલિસની મદદથી પકડી પાડયા. હિરાજડીત મૂર્તી સાથે પકડયા. 11મી ઓગસ્ટે વાંઝ ગામમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં પાંચ લુંટારાઓ પીસ્તોલ બતાવીને પાંચ જ મિનિટમાં 13 લાખ રૂપિયા લૂંટીને ભાગી ગયા.
પોલિસ તુરન્ત સક્રિય થઇને શોધ કરતા માલમ પડયું કે લુંટારા ઉ.પ્ર.ના અમેઠી વિસ્તારમાંથી આવ્યા હતા. સુરતની પોલિસ અમેઠી પહોંચી અને પાંચમાંથી 4 ને પકડી લીધા. ઘણી વખત આરોપી યુ.પી/એમ.પી.ના અંતરિયાળ ગામથી આવતા હોય છે. તો ગામમાં શાકભાજીવાળા બનીને આરોપીને પકડી પાડે છે. હમણાં જ એક મુસ્લીમ આરોપીને પકડવા લેડી પોલિસે બુરખો પહેરી મુસ્લીમ મિહલાનો દેખાવ કરી આરોપીને પકડી કાઢયો. આમ જીવના જોખમે પોલિસ ગમે ત્યાંથી પણ આરોપીને શોધી કાઢે છે. કોવિડ સમય દરમ્યાન તો પોલિસની કામગીરી બેનમૂન હતી. આપણા પો.ક.શ્રી તોમર સાહેબ તથા સમગ્ર પોલિસતંત્રને લાખો-લાખો સલામ!
સુરત – ડૉ. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.