તામીલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉદયનિધિએ સનાતન ધર્મ વિષે જે ઉતરતી ટીપ્પણી કરી છે એ કારણે રાજકારણ ગરમાયું છે. આ મુદે ભાજપ અને ‘ઇન્ડિયા’ આમને સામને છે. અને આ વિવાદના કારણે વિપક્ષી મોરચાને નુકસાન થાય એવી શક્યતા છે. ઉદયનિધિને સનાતન ધર્મ સામે કોઈ આપત્તિ હોય શકે પણ એમની ટીપ્પણી સ્વીકારી શકાય એવી નથી. તમે કોઈ મત ધરાવતા હો પણ એની અભિવ્યક્તિમાં વિવેક હોવો જોઈએ એ દાખવવાનું ઉદયનિધિ ચુકી ગયા અને વિવાદ થાય એ સ્વાભાવિક છે.
તામીલનાડુમાં સનાતન ધર્મ અને હિન્દી ભાષા સામે ઘણા બધા લોકો વિરોધમા છે. કેટલીક બાબતોમાં સદીઓથી ચર્ચા થાય છે. થવી જોઈએ પણ એમાં વિવેક ચૂકાય એ ના ચાલે. ભાજપ માટે આ મુદો બની ગયો છે અને ભાજપે ઉદયનિધિ સાથે ‘ઇન્ડીયા’ને ટાર્ગેટ કર્યું છે. ઉદયનિધિ સામે ભારતમાં જુદા જુદા સ્થળોએ ફરિયાદ પણ થઇ છે. હવે ઉદયનિધિએ કાનૂની લડત લડવી પડશે. ઉદયનિધિ પછી ય તામીલનાડુના એક મંત્રીએ એવી જ ટીપ્પણી કરી છે અને એમાં જાણીતા અભિનેતા પ્રકાશ રાજે પણ સૂર પુરાવ્યો છે. કોંગ્રેસે આ મુદે મૌન સાધવું પડ્યું છે પણ આપણા રાઘવ ચઢાએ ઉદયનિધિની ટીપ્પણી સાથે અસહમત થઇ ડીએમકેને ડિસ્કાઉન્ટ કર્યું છે. એનાથી કોંગ્રેસ મનોમન રાજી છે. પણ બીજા વિપક્ષોએ વાત કરી નથી અને ભાજપ સતત આ મુદાને તુલ આપી રહ્યો છે.
બીજી બાજુ , ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતન વચ્ચે પણ વિવાદ થયો છે. વિવાદનું કારણ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક જૂથો દ્વારા સનાતન અને એના ભગવાન અને દેવી દેવતાઓને નીચા દેખાડવાનો ર્યાસ થયો છે એમાં ય વિવેક ચુકાઈ ગયો છે. એનો વિરોધ થાય એ સ્વાભાવિક છે. મોરારીબાપુથી માંડી સનાતન ધર્મના અનેક સાધુ સંતોએ , ખુદ શંકરાચાર્યે વિરોધ કર્યો . હનુમાનજીને સ્વ્દાસ તરીકે ચીતરવા અને કેટલાક પુસ્તકોમાં તો એનાથી ય વધુ ખોટો ઈતિહાસ બતાવાયો છે. સ્વામીનારાયણ સંપ્રદાય કેટલો પુરાણો છે અને જેને નીઉચે દેખાડવાનો પ્રયાસ થાય છે એનો ઈતિહાસ જાણીતો છે. પોતાના સંપ્રદાયની લીટી મોટી કરવા બીજાની લીટી નાની કરવાની વૃતિ અટકવી જોઈએ.
મજાની વાત એ છે કે, ઉદયનિધિ સામે ભાજપ વરસી પડ્યો. પણ ગુજરાતની ઘટના અંગે એકાદ નેતાને છોડતા ભાજપે લગભગ મૌન જ સેવ્યું. રાષ્ટ્રીય કક્ષાએ તો ભાજપે જાણે આ કોઈ મીદુઓ જ નથી એવી માનસિકતા દાખવી. અલબત , આ વિવાદ વધુ ના વકરે એ માટે ભાજપે આડકતરી દરમિયાનગીરી કરી અને મામલો ઠંડો પાડવામાં આવ્યો. વોટ બેંકનો સવાલ હતો. પણ ગુજરાતમાં કોઈએ ફરિયાદ ના કરી. રજુઆતો જરૂર થઇ. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક બોલાવી મામલો રફાદાફા કરવાના પ્રયત્નો આવકાર્ય છે. પણ વારેવારે કોઈ ભૂલ કરે અને સનાતન ધર્મના દેવી – દેવતાઓનું અપમાન કરે તો શું? ભાજપ ઉદયનિધિનાં વિધાન સામે વિપક્ષના મૌન પર હુમલા કરે છે પણ ગુજરાતનાં વિવાદમાં ભાજપે મૌન સેવ્યું એનું શું?
ભુપેન્દ્ર પટેલ સરકારના બે વર્ષ
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પુરા થયા છે. ભુપેન્દ્ર પટેલ અને ભાજપ બંને માટે આ એક સિદ્ધિ સમાન ગણાય. પણ ગુજરાત ભાજપમાં છેલ્લા પાંચ સાત વર્ષમાં જે બદલાવ આવ્યો છે એ ભાજપ માટે ઇચ્છનીય તો નથી. ભુપેન્દ્ર પટેલ સરળ રાજકારણી છે. પણ એ રાજકારણથી જાણે દૂર છે. એમના બે વર્ષના શાસનમાં કેટલાક ઉલ્લેખનીય કામો થયા છે. પણ વાવાઝોળા માટે કેન્દ્ર પાસે મદદ માગવામાં આવે અને એ પૂરી ના મળે એનો શું અર્થ સમજવો? કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે. બીજું કે, નરેન્દ્ર મોદી બાદ કોઈ પણ મુખ્યમંત્રી પોતાની છાપ છોડી શક્યા નથી. છેલ્લા બે વર્ષમાં ઘણું બધું બન્યું છે.
સીએમ ઓફિસમાંથી કેટલાક અધિકારીઓના કરતૂતો થયા એ આંખ ખોલનારા બનવા જોઈએ. નકલી અધિકારીઓનો સિલસિલો ચાલ્યો. અને ભાજપમાં જે આંતરિક ગરબડો વધી રહી છે એ દર્શાવે છે કે બધું બરોબર નથી. અને એમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે મળી ચૂંટણી લડે તો ભાજપને નુકસાન થઇ શકે છે. પક્ષમાં નિયુક્તિઓ સામે વિરોધ થઇ રહયો છે. કવિતાઓ લખાયા છે અને અનામી પત્રો લખાય છે.
કેટલાક ધારાસભ્યો એમ કહે છે કે, અધિકારીઓ એમની વાતને ગંભીરતાથી લેતા નથી. વહીવટમાં કેટલીક સમસ્યાઓ છે. એ દૂર થવી જોઈએ. અને ભાજપમાં હવે બારભાયા તેર ચોકા જેવી સ્થિતિ થઇ ગઈ છે. સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત બધે અસંતોષ જોવા મળે છે. ભાજપ હવે શિસ્તબદ્ધ પક્ષ રહ્યો૦ નથી અને એની પછાળ કોન્ગ્રેસ્માથી ભાજપમાં આવેલાઓની સંખ્યા વધી છે એ પણ છે. આ બધામાં મુખ્યમંત્રીની કોઈ ભૂમિકા જણાતી નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે, ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
મધ્યપ્રદેશમાં મંદિરમાં મોદી !
આપણે ત્યાં વ્યક્તિ પુજાણો મહિમા છે પણ એમાં વિવેક ના જળવાય ત્યારે કેટલીક સમસ્યાઓ થાય છે અને જીવતા માણસની પ્રતિમા ક્યાંક મુકાય ત્યારે આશ્ચર્ય સર્જાય છે. મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં સત્યનારાયણ ટેકરી છે ત્યાં એક મંદિર છે અને એ મંદિરમાં અટલ બિહારી વાજપેયી અને વિજયારાજે સિંધિયાની મૂર્તિઓ છે અને હિન્દી દિવસ પર એમાં એક મૂર્તિનો વધારો થયો છે. અને એ મૂર્તિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. કોઈ સંગઠને આ મંદિર બનાવ્યું છે. અગાઉ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમને નરેન્દ્ર મોદી નામ અપાયું ત્યારે વિવાદ થયો હતો. મોદ્ફીની સ્નામતી વિના નામકરણ થયું હોય એ માની જ ના શકાય. આવા નામકરણ ટાળવા જોઈએ. પણ નેતાના ટેકેદારો અને ભક્તો ગમે તે હદે જઈ શકે છે. મોદી લોકપ્રિય નેતા છે એમાં કોઈ શંકા ના હોય શકે. પણ વ્યક્તિ ભક્તિ અયોગ્ય છે. એનાથી કેટલીક સમસ્યાઓ પેદા થાય છે. પણ ટેકેદારો એવી વાતમાં માનતા નથી અને એમાંથી જ આવા મંદિરોનું સર્જન થાય છે.
કૌશિક મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.