સુરત (Surat): જહાંગીરપુરા નજીકના એક નવનિર્મિત બગલાની અંદર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી 4 વર્ષની માસુમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈ તા. 12 ની રોજ બપોરથી ગુમ થયેલી એક ની એક વ્હાલી દીકરી નો મૃતદેહ 17 કલાક બાદ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
- જહાંગીરપુરામાં 17 કલાકથી ગુમ 4 વર્ષ ની બાળકીનો બંગલાની અંદર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો
- માસુમ ઉર્વશી ભાઈઓ સાથે રમતા રમતા ગુમ થઈ હતી : અકસ્માતે ટાંકામાં પડી હોવાની આશકા
પરિવારે જણાવ્યું હતું કે તેઓ દાહોદ ના વતની છે. સુરતમાં રોજગારીની શોધમાં આવ્યા હતા. તેમને બે સંતાન છે જેમાં મોટી દીકરી ઉર્વશી (ઉ.વ.4) ની હતી. ભાઈ-બહેન બીજા અન્ય બાળકો સાથે રમી રહ્યા હતા. ત્યારે અચાનક ઉર્વશી ગુમ થઈ ગઈ હતી. શોધખોળ કર્યા બાદ પણ એનો ક્યાંય પતો નહિ લાગતા આખરે પોલીસ જાણ કરી હતી. આખરે 12 ની રોજ બપોરે 3 વાગે ગુમ થયેલી ઉર્વશી નો મૃતદેહ આજે સવારે 10 વાગે એક બંગલાના પાણીના ટાંકામાંથી મળી આવતા તપાસ હાથ ધરાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાજુભાઈ બહેનિયા કડીયા કામ સાથે જોડાયેલો છે. જહાંગીરપુરા નજીકના એક નવ નિર્મિત બગલોમાં કામ કરી રહ્યા હતા. ત્યાંજ રહેતા હોવાના કારણે બાળકો કામની જગ્યા પર જ રમી ને દિવસ પસાર કરતા હતા. 12 મી ના રોજ બપોરે બાળકો રમતા રમતા પાણી ના ટાકા પાસે ચાલી ગયા હોય અને ઉર્વશી ટાંકામાં પડી ગઈ હોય એવી દુર્ઘટના બની હોય એવું અનુમાન છે. હાલ મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ સામે આવે એટલે તપાસ આગળ ચાલુ કરાશે.