Vadodara

ડેસર તાલુકા કોંગ્રેસમાં ગાબડું, તા.પંના પ સભ્યો ભાજપામાં જોડાયા

વડોદરા: ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. સાત પૈકી પાંચ સભ્યોએ અચાનક રાજીનામુ ધરી દઈ ભાજપાનો ખેસ ધારણ કરી લીધો છે. આજે જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાએ તેઓને ભાજપાનો ખેસ પહેરાવી ભાજપામાં વિધિવત આવકાર આપ્યો હતો. વડોદરા જિલ્લાના ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોએ અચાનક રાજીનામા ધરી દેતા ડેસર તાલુકામાંથી કોંગ્રેસના શાસનનો સફાયો થયો છે કોંગ્રેસના સાત સભ્યો પૈકી પાંચ સભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપનો કેસરિયો ધારણ કરતા ડેસર તાલુકા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. 

ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું પરંતુ કોંગ્રેસના સાત સભ્યો પૈકીના પાંચ સભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા હતા. આ તમામ સભ્યો મણીભાઈ જાદવ, મિતેશ પટેલ, મણીબેન પરમાર, કૈલાસ  રાઠોડ અને આરતી પટેલ આજે વિધિવત રીતે ભારતીય જનતા પક્ષમાં કાર્યકરો સાથે જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયેલા ડેસર તાલુકા પંચાયતના આ પાંચેય સભ્યો સહિત કાર્યકરોને કેસરિયો ખેસ ધારણ કરાવીને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશ નિશાળીયાએ તમામને ભાજપમાં પ્રવેશ આપી આવકાર્યા હતા.

Most Popular

To Top