Vadodara

ફેકલ્ટી ઓફ જર્નાલિઝમના વિદ્યાર્થીઓની હેરિટેજવોક : ઐતિહાસિક સ્થાપનની માહિતી મેળવી

વડોદરા: નવી શિક્ષણ નિતીમાં જ્યારે ઇન્ડીયન નોલેજ સીસ્ટમ્સ વિષયના ભાગરૂપે આપણા દેશના વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થાપત્યને જાણવા અને સમજવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાની ભલામણ છે.ત્યારે ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ અને કોમ્યુનિકેશનના બેચલર પ્રોગ્રામના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ માસ્ટર્સ પ્રથમ વર્ષના વિધાર્થીઓને યુનિવર્સિટીના ડી.એન. હોલ કેમ્પસ,સંસ્કૃત મહાવિદ્યાલય, સી.સી.મહેતા ઓડિટોરીયમ, એક્સપેરીમેન્ટલ સ્કૂલ, આર્ટસ ફેકલ્ટીનો ઐતિહાસિક ગુંબજ, બોટાનિકલ ગાર્ડન સહિતના યુનિવર્સિટીના વિવિધ સ્થળોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ હેરીટેજ વોકમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટના રીસર્ચ સ્કોલર જય મકવાણા દ્વારા આ વોકનું સંચાલન કરવામાં આવ્યું હતું.

વિધાર્થીઓને યુનિવર્સિટીના વારસાથી પરિચીત કરાવવા માટે ફેકલ્ટીના સેનેટ સભ્ય સરલ પટેલ અને ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર નિધી શેંદૂર્ણીકર સાથે જોડાયા હતા અને યુનિવર્સિટીના સ્થાપક મહારાજા સયાજીરાવ, એમનો શિક્ષણ માટેનો પ્રેમ અને એમની દૂરંદેશીથી વિધાર્થીઓને પરિચીત કરાવ્યા હતા. આ વોકમાં જર્નાલિઝમ ફેકલ્ટીના ૫૦ થી વધુ વિધાર્થીઓ જોડાયા હતા અને આ વોક બાદ આનંદની લાગણી અનુભવી હતી.

Most Popular

To Top