Sports

કેનેડાની આ ખેલાડી વિશ્વની પહેલી ટ્રાન્સજેન્ડર ક્રિકેટર બનશે

નવી દિલ્હી: કેનેડાની (Canada) ડેનિયલ મેકગી (DanielleMcgahey) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International Cricket) રમનાર વિશ્વનો પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટર (Transgender Cricketer) બનશે. તે 2024માં યોજાનાર T20 મહિલા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં કેનેડા તરફથી રમવા જઈ રહી છે. 29 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન મેકગીની આ ટુર્નામેન્ટ માટે કેનેડાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે ટ્રાન્સજેન્ડર ક્રિકેટર બનવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના તમામ સ્ટાન્ડર્ડમાં પોતાની ક્ષમતા પુરવાર કરીને રમવા માટે એલિજેબલ બની છે. ICC મેડિકલ ટીમે પણ તેને મહિલા ટીમમાં રમવાની મંજૂરી આપી દીધી છે.

મેકગી મૂળ ઓસ્ટ્રેલિયાની છે
મેકગી 4 થી 11 સપ્ટેમ્બર દરમિયાન લોસ એન્જલસમાં ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં રમશે. કેનેડા આ ટુર્નામેન્ટમાં આર્જેન્ટિના, બ્રાઝિલ અને અમેરિકા સામે રમીને ગ્લોબલ ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરશે. મેકગીએ કહ્યું, પોતે ટ્રાન્સજેન્ડર સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગર્વ અનુભવે છે. તે ફેબ્રુઆરી 2020માં તેના વતન ઓસ્ટ્રેલિયાથી કેનેડા આવી હતી.

તમને જણાવી દઈએ કે, મેકગીએ નવેમ્બર 2020માં સામાજિક રીતે પુરુષમાંથી સ્ત્રી બનવાની પ્રક્રિયા શરૂ કરી હતી. મે 2021 માં તબીબી સર્જરીની પ્રક્રિયા શરૂ કરી હતી. 

ક્રિકેટ રમવા માટે ટ્રાન્સજેન્ડરે આ નિયમનું પાલન કરવું પડે
ICC દ્વારા 2018માં જારી કરાયેલા ક્રિકેટરોની યોગ્યતા માટેના નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ટ્રાન્સ મહિલાઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માંગે છે તો તેમણે ઓછામાં ઓછા 12 મહિના સુધી તેમના લોહીમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 5 નેનોમોલ્સ પ્રતિ લિટરથી ઓછું રાખવું પડશે. . જો ટ્રાન્સ વુમન આ સ્તરને જાળવી રાખશે તો તે રમવાનું ચાલુ રાખી શકશે. ટ્રાન્સ વુમનને મહિલા તરીકે ઓળખાવતા નિષ્ણાત ડૉક્ટર પાસેથી એફિડેવિટ પણ સબમિટ કરવી પડશે.

આઈસીસીએ કહ્યું કે મેકગી રમવા માટે લાયક છે
આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેકગીએ આઈસીસીના ખેલાડી તરીકેની યોગ્યતા સાબિત કરતા નિયમોની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કર્યું છે, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં રમવા માટે લાયક ઠરી છે. 

બે વર્ષ સુધી દર મહિને બ્લડ ટેસ્ટ કરાવ્યા
મેકગીએ કહ્યું કે તે મહિલા ક્રિકેટર તરીકે ક્વોલિફાય થવા માટે છેલ્લા બે વર્ષથી દર મહિને તેનું બ્લડ ટેસ્ટ કરાવતી હતી. આ અત્યંત પડકારજનક હતું. કારણ કે તેને રમવા માટે બહાર પણ જવું પડતું હતું. તે તેના ડૉક્ટર દ્વારા ICCને તમામ રિપોર્ટ મોકલતી રહી.

Most Popular

To Top