ભરૂચ: વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો પોતાના જીવ જોખમમાં મુકતા હોય છે. કેટલાક વિદેશ મોકલતા એજન્ટો છેતરપિંડી કરતા હોવાના કેસ પણ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના ભરૂચ જિલ્લામાં સામે આવી છે. વાગરાના નાંદેડા ગામની ઓમાનના મસ્કતમાં ફસાયેલી એક મહિલા તસ્લીમા પટેલે દર્દનાક સ્થિતિમાં વીડિયો વાયરલ થયો છે.ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી દીધી છે.
- વિદેશ મોકલતા એજન્ટોની ચુંગાલમાં ભરૂચ જીલ્લાની વધુ એક મહિલા ફસાઈ, ભોગ બનેલી નાંદેડાની મહિલાનો દર્દનાક વિડીયો વાયરલ
- ભરૂચના વાગરાના નાંદેરા ગામની મહિલા તસ્લીમા પટેલ ઓમાનના મસ્કતમાં ફસાઈ ગઈ
- મહિલા તસ્લીમા પટેલે રડતા મોઢે વિડીયોમાં આપવીતી વર્ણવીને બે હાથ જોડીને દેશના વડાપ્રધાન તેમજ ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે
ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા તાલુકાના નાંદેડા ગામની રડતા મોઢે મહિલા તસ્લીમા ઇલ્યાસ પટેલ ઓમાનના મસ્કતમાં ફસાઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.દર્દનાક સ્થિતિમાં એકાંતમાં તસ્લીમા પટેલે ભારત સરકારના વડાપ્રધાન સહીત ઇન્ડિયન એમ્બેસીને વિડીયો વાયરલ કરીને એવી ગુહાર કરી છે કે મને ઇન્દોરનો એજન્ટની ચુંગાલમાં ફસાઈને ઓમાન મસ્કત મોકલી આપી છે.
અહીંયા એજન્ટો દ્વારા એક ઓફિસમાં રાખીને તને બે દિવસમાં ભારત મોકલવાની વાત કર્યા બાદ હવે એ હવે ભારત મોકલતો નથી. મારઝૂડ કરીને ભારે ટોર્ચર કરે છે. ખાવાપીવા પણ નથી દેતા. ફોનને ચાર્જ પણ કરવા નથી દેતા. મને વેચવાનો કારસો રચ્યો છે. રડતા મોઢે દર્દભરી દાસ્તાન રજુ કરતી તસ્લીમા પટેલે સરકાર સમક્ષ ગુહાર લગાવી છે કે ભારત સરકાર મને વહેલી તકે અહિંયાથી ભારત લઇ જાવ નહિ તો મને મારી નાંખશે. મને મોબાઈલ સાથે જોઈ જશે તો બહુજ હેરાન કરશે. મને બીક બહુ લાગે છે. મહેરબાની કરીને મને અહિયાંથી બહાર કાઢો એવો દર્દનાક વિડીયો વાયરલ કર્યો છે.