સુરત: સુરતના (Surat) સરદાર બ્રિજ (Sardar Bridge) ઉપર એક યુવકને જાહેરમાં લાત મારતો વિડીયો સામે આવ્યો છે. જાહેરમાં થયેલી મારામારીને કારણે કેટલીક મિનિટો સુધી ટ્રાફિક જામ (Traffic Jam) થઈ ગયો હતો. લોકો ટેમ્પો ચાલક વચ્ચે થયેલી હાથપાઈ ને નિહાળવા ટ્રાફિક જામ કરીને બેઠા હોય એમ લાગ્યું હતું. જો કે મારામારીનો વીડિયો વાયરલ (Viral video) થયા બાદ પણ કોઈ કારણ જાણી શકાયું ન હતું.
નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે કેટલીક ક્ષણો માટે આશ્ચર્યમાં પડી ગયા હતા કે મારા મારી કેમ થઈ રહી છે. એક યુવક ગરીબ ને લાત મારી હાથ મરોડી ને લાફા મારી રહ્યો હતો. જોકે ઝઘડાનું કોઈ કારણ બન્ને બોલતા ન હતા. આખરે કેટલીક મિનિટો બાદ આ બન્ને યુવનો પોત પોતાના કામે નીકળી ગયા હતા. પરંતુ આખી ઘટનાનો વિડીયો બની ગયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે હવે રોડ ઉપર નજીવી બાબતે મારા મારી કે હુમલાના કેસ વધી રહ્યા છે જેની પાછળ નું એક કારણ ટ્રાફિક માં ફસાતા લોકોની ઘટના માનસિકતા પણ કહી શકાય છે. બીજું રોડ -રસ્તા અને વધતી મોંઘવારી પણ કહી શકાય, ખર્ચો વધુ અને આવક ઓછી રડી ખાતા લોકોમાં પણ માનસિક તણાવમાં કામ કરતા હોવાનું કહી શકાય છે. જોકે આ બધા કારણો કરતા લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે.