વિરપુર: વિરપુર (Virpur) તાલુકામાં છેલ્લા એક માસ અગાઉ ભારે વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. તે દરમ્યાન તાલુકાના મોટાભાગના નદી નાળા તળાવો છલાકાઈ ગયા હતા. તેથી તાલુકાના તળાવોમાં પાણીની આવકની સાથે સાથે મગરો (Crocodile) પણ આવી ચડ્યા છે. ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગર દેખાઈ રહ્યાં ફરીયાદો ઉઠી છે. તેમજ મગરને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં કુતૂહલ જોવા મળ્યું છે.
જો કે તાલુકાના બલવાખાંટના મુવાડા ગામે આવેલુ તુલસી તળાવમાં મગર દેખાયો હતો. આ મહાકાય મગરને જોઈ ફફડાટ મચી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે તુલસી તળાવના કિનારે પશુ ચરાવતા હતા તે દરમ્યાન તળાવના કિનારે મગર લટાર મારતાં દેખાયો હતો. મગર લગભગ 10 ફૂટ જેટલો અંદાજે લાંબો હતો, અને તે પાણીમાંથી બહાર આવી આરામ કરી રહ્યો હતો. સ્થાનીકોએ તુરંત આ ઘટનાને વીડિયો કેમેરામાં કંડારી લીધી હતી. અગાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મગર દેખાયા હોવાની ધટના બની છે. જેનો સ્થાનિકોએ લટાર મારતાં મગરનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મગર દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા તંત્રને જાગૃત થાય અને મગર પકડી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવે તેવી સ્થાનીકોની માંગ દ્વારા માંગ કરવામાં આવી છે.