ખંભાત : ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને પગલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની શુક્રવારે છેલ્લા દિવસે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપાના ઉમેદવારો બિનહરીફ થયા હતા.
ખંભાતના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીમાં ચેરમેન સંજયભાઈ પટેલ પ્રેરિત પેનલમાં ભાજપના મેન્ડેડ પર ખેડૂત વિભાગમાંથી 11, વેપારી વિભાગમાંથી 4 અને સહકારી વિભાગમાંથી 2 ઉમેદવારી નોંધાવાઈ હતી.જ્યારે કોંગ્રેસ પોતાની પેનલ બનાવી શકી ન હોવાથી 10 સભ્યોએ ખેડૂત વિભાગમાંથી ફોર્મ પરત ખેંચ્યા હતા..જ્યારે વેપારી વિભાગમાંથી 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. જેમાંથી માત્ર એક ઉમેદવાર ઘનશ્યામદાસ પીતાંબરદાસ ઠકકરે ફોર્મ પરત ખેંચ્યું ન હતું. સહકારી વિભાગમાંથી ભાજપાના 2 ઉમેદવારોના બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પરત ખેંચી લેવાયા બાદ ભાજપના 16 માંથી 15 સભ્યો બિનહરીફ વિજેતા થયા હતા.
આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસના 10 અને અપક્ષના 1 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા. જેના પરિણામે ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ પ્રેરિત પેનલમાંથી ખેડૂત વિભાગમાં -10, અને સહકારી વિભાગમાં 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. જો કે માત્ર વેપારી વિભાગમાંથી અપક્ષના એક ઉમેદવાર ચૂંટણી જંગમાં યથાવત રહેતાં ચૂંટણી મતદાન યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ પ્રથમ વાર બિનહરીફ આવતા ઇતિહાસ રચાયો છે. ભાજપના તમામ બિનહરીફ વિજેતાઓનો શુભેચ્છકો અને સમર્થકો દ્વારા આતશબાજી સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. અને પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામા આવી હતી.
પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલની પેનલના બિનહરીફ વિજેતા સભ્યો
ખેડૂત વિભાગ : સંજયભાઈ રમણભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર, ગિરીશભાઈ રામાભાઇ પટેલ, કમલેશભાઈ છોટાભાઈ પટેલ, કાંતિભાઈ પરસોત્તમભાઈ પટેલ, ઝીણાભાઈ સોમાભાઈ ગોહિલ, ભરતભાઈ ભોપાભાઈ ભરવાડ, મિતેશભાઇ પરસોત્તમભાઈ પટેલ, અશ્વિનભાઈ રાવજીભાઈ પટેલ, મફતભાઈ પોપટભાઈ પટેલ.
સહકારી વિભાગ : અશોકભાઈ છોટાભાઈ પટેલ, મહેશભાઈ ચતુરભાઈ પટેલ,