Vadodara

બિલ્ડર મનિષ પટેલ સામે એકસાથે આઠ FIR

વડોદરા : તાજેતરમાં અનેક ગ્રાહકો સાથે દુકાન અને ઓફિસ બુક કરાવ્યા બાદ બિલ્ડર મનિષ પટેલે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઇટનું બાંધકામ બંધ કરી દીધુ હતું. જેની ફરિયાદ ક્રાઇમ બાન્ચમાં નોંધાઇ હતી. જેથી પોલીસે મનિષ પટેલની ધરપકડ કરીને ગુરુવારને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે બિલ્ડરે સામે એકસાથે વધુ આઠ ભોગ બનનાર ગ્રાહકોએ છેતરપિંડીની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આઠ ગ્રાહકો પાસેથી બુકિંગ પેટે કરોડ રૂપિયા પડાવી દસ્તાવેજ કરી કે પજેશન પણ આપતો ન હતો.

શહેરમાં ઘણા બિલ્ડરો દ્વારા ગ્રાહકો દ્વારા મકાન બુક કરાવીને કરોડો રૂપિયા પડાવી છેતરપિંડી આચરી હાલમાં ફરાર થઇ ગયાં છે. ત્યારે આ ઠગ બિલ્ડરોમાં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના મનિષ પટેલ તથા તેમની પત્ની રૂપલ પટેલનું નામ બાકાત કેવી રીતે રહે. આ ઠગ બિલ્ડર દ્વારા દંપતી દ્વારા ખોડિયારનગર વિસ્તારમાં દુકાનો અને ઓફિસની સાઇટ લોન્ચ કરી હતી. શરૂઆતમાં કામ શરૂ કર્યું હતું જેવા લોકો દુકાનો તથા ઓફિસ બુક કરાવી અને બુકિંગ પેટે રૂપિયા બિલ્ડરને ચૂકવી દીધા હતા. જેથી કરોડોની રૂપિયા હાથમાં આવી ગયા હોવાથી બિલ્ડરની દાનત બગડી હતી. તેણે સાઇટનું કામ બંધ કરાવી દીધુ હતું અને ઓફિસ પણ તોડી પાડી હતી. આમ તેણે ઘણા ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. જેમાંથી હાલમાં માત્ર 8 ભોગ બનનાર ગ્રાહકોએ જ બાપોદ પોલીસ સ્ટેશનમાં ઠગ બિલ્ડર મનિષ પટેલ તથા તેની પત્ની રૂપલ પટેલ સામે એક કરોડ રૂપિયાની ચાઉ કર્યાની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

FIR-1
કારેલીબાગ આનંદ નગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય કરતા લક્ષ્મીનારાયણ રમાશંકર શુક્લાએ વર્ષ 2015માં ઠગ બિલ્ડર મનિષ પટેલે ખોડિયારનગર વિસ્તારમાં લોન્ચ કરીલે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં જીએપ 43 નંબરની દુકાન બુક કરાવી હતી. જેની કિંમત 23 લાખ પૈકીના 19.21 લાખ રોકડે તથા ચેકથી ચૂકવી દીધા હતા. તેમ છતાં બિલ્ડર પજેશન આપતો ન હતો. જેથી તેઓએ મનિષ પટેલ તથા તેની પત્ની રૂપલ પટેલ સામે છેતરપિંડીના ફરિયાદ નોંધાવી છે.

FIR-2
આજવા વાઘોડિયા રોડ પર રહેતા બલવીરસિંગ પુલસિંગ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે ખોડિયાર નગર સ્થિત બિલ્ડર મનિષ પટેલની સાઇટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જીએફ 41 દુકાન ગમી જતા વર્ષ 2015માં બુક કરાવી હતી. દુકાનના 17.74 લાખ ચેકથી ચૂકવી દીધા હતા. નાણા સ્વીકાર્યા હોવાની કેયા રિયાલિટી, ક્રિસ્ટલ આર્ક, વાસણા ભાયલી રોડ કેયા બિલ્ટેક એલએલપી સાઇલ પ્લાઝા નટુભાઇ સર્કલ પાસેની ઓફિસની રિસિપ્ટ આપી છે. રકમ ચુકવી દીધી હોવા છતાં પજેશન ન આપી છેતરપિંડી આચરી છે.

FIR-3
કારેલીબાગ વિસ્તારની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા જીમ્મી મહેશ વૈધ વેપારી છે વર્ષ 2014મા ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં બીજા માળ પર દુકાન નબર 230 બુક કરાવી હતી મનિષ પટેલે બાધકામ તૈયાર કરી પજેશન આપવાની બાયધરી આપી હતી. જેથી તેઓએ 6 લાખ ચૂકવી દીધા હોવા છતાં બિલ્ડર દંપતી પજેશન આપતા ન હતા. જેથી તેઓએ પોતાની સાથે ઠગાઇ કરનાર બિલ્ડર દંપતી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જે સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

FIR-4
ડભોઇ રોડ પર કપુરાઇ ચોકડી પાછળ આવેલી શુભ રેસિડન્સીમાં રહેતાઅને હરણી એરફોર્સમાં નોકરી કરતા ટીપુસિંહ રામપ્રસાદ રાજપૂતે ફરિયાદ નોંધાવી છે કે ખોડિયારનગર ચાર રસ્તા પાસેની ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની ઓફિસમાં ગયા હતા. ત્યારે ઋષી દિક્ષિતા અને એક છોકરી હાજર હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર જીએફ 70 નંબરની દુકાન મારા પુત્ર પ્રદિપસિંગે બુક કરાવી હતી. વર્ષ 2018માં મનિષ પટેલ પજેશન આપવાનું કહ્યું હતુ.જેથી અમે 6.53 લાખ ચૂકવી દીધા હતા. છતા પજેશન પણ આપતા છેતરપિંડી આચરી હતી.

FIR-5
ન્યૂ વીઆઇપી રોડ પર આવેલી બકોરનગરમાં રહેતા લક્ષ્મીનારાયણ રામચંદ્ર ખટીક રિક્ષા ચલાવે છે. વર્ષ 2015માં તેઓએ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં પહેલા માળે દુકાન નંબર 111 18.71 લાખમાં સૌથી નાના પુત્ર સન્નીના નામથી બુક કરાવી હતી. જેમાં બિલ્ડર મનિષ પટેલે વર્ષ 2017માં પજેશન આપવાની બાયધરી આપી હતી. જેમાંથી 13.34 લાખ ચૂકવી દીધા હતા. નાણા ચૂકવવા છતા બિલ્ડર દસ્તાવેજ કરી આપતો નથી કે પજેશન પણ આપતો નથી. જેથી બિલ્ડર દંપતિ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

FIR-6
ન્યુ વીઆઇપી રોડ પર નિરસિંહપુરા રાજીવનગર પાસે રહેતા નાનુભાઇ ગોવિંદભાઇ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2015માં કેયા રિયાલિટી નામની ભાગીદારી પેઢીના બિલ્ડર મનિષ પટેલે ખોડિયારનગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની દુકાનો તથા ઓફિસની સ્કીમ લોન્ચ કરી હતી. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 6 નંબરની દુકાન બુક કરાવી હતી. બિલ્ડરે વર્ષ 2017માં પજેશન આપવાની વાત કરી હતી. જેથી બિલ્ડરને રૂ.21.15 લાખ ચૂકવી દીધા હોવા છતાં દસ્તાવેજ કરી આપતો નથી.

FIR-7
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા શિલ્પ ટેનામેન્ટ એ્ન્ડ ડુપ્લેક્ષમાં રહેતા દિલીપ રમેશ પરમારે બિલ્ડર મનિષ પટેલ દ્વારા લોન્ચ કરેલી ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ સાઇટમાં પ્રથમ માળ પર દુકાન નંબર જીએફ 120 7 લાખમાં બુક કરાવી હતી. જેમાંથી તેોે 5.60 લાખ ચૂકવી દીધા હોવા છતાં બિલ્ડર દંપતીએ બાંધકામ પુરુ કર્યુ ન હતું. તેમજ દસ્તાવેજ નહી કરી આપી પજેશન નહી આપી છેતરપિંડી આચરી હતી. જેથી તેઓએ મનિષ પટેલ તથા પત્ની રૂપલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

FIR-8
હરણી વારસીયા રિંગ રોડ પર રહેતા નરેશન ઇશ્વર પરમાર કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમણે વર્ષ 2015માં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં પ્રથમ માળ પર દુકાન લીધી હતા. જેમાં દુકાનના બાંધકામ દસ્તાવેજ, અને આજીવન મેઇન્ટેનન્સ સાથે 12.63 લાખ આપવાનું તથા 2017મા પજેશન આપવાનું જણાવાયું હતું. જેથી તેઓેએ 10.10 લાખ ચૂકવી દીધી હતા. છતાં બિલ્ડરે સમયર બાંધકામ પુરુ કર્યુ ન હતું. ઉપરાંત પજેશન પણ આપતો ન હતો. જેથી બિલ્ડર દંપતી સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

મનિષ પટેલને ધરપકડથી બચાવવા માટે પત્ની અને સાળીએ પોલીસ સાથે ધક્કામુક્કી કરી રોકવાનો પ્રયાસ કર્યો, ત્રણેય સામે ગુનો દાખલ
બિલ્ડર મનીષ મહેન્દ્ર પટેલ તેના  વૃંદાવન સોસાયટી, ઇલોરાપાર્ક, રેસકોર્ષ રોડ પર ઘરે હાજર છે. તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના જવાનો ત્યાં પહોચ્યા હતા ત્યારે બહારથી બુમ પાડતા એક મહિલાએ દરવાજો ખોલ્યો હતો દરમિયાન મનિષ પટેલ ઘરમાંથી બહાર આવી ગયો હતો તેને કસ્ડટીમાં લેવાનો પ્રયાસ કરતા તેની પત્ની રૂપલ તથા સાળી મનિષા દ્વારા પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવી હતી અને ધક્કામુક્કી કરી મનિષ પટેલને ઘરમાં ઘુસાડી અંદર તથા બહારથી લોક મારી દીધુ હતું. બે ઓગસ્ટના રોજ ઘરમાંથી બહાર આવતા વોચમાં ઉભેલી પોલીસે તેને દબોચી લીધો હતો જેથી પોલીસે પોલીસ કામગીરીમાં રુકાવટ કરવા બદલ મનિષ પટેલ, રુપલ પટેલ તથા મનિષા પટેલ સામે ઇપીકો 186,224,225,332,114 મુજબ ગુનો દાખલ કર્યો છે.જોકે એક ન્યુઝ એજન્સીએ બિલ્ડર પોલીસ સમક્ષ હાજર થયો હતો. તેવો અહેવાલ રજુ કર્યો હતો. જે સત્યથી વેગળો હોવાનું પોલીસે જણાવ્યું હતું. દિવસના રિમાન્ડ દરમિાયન અસલ બાનાખત આરોપી પાસેથી મેળવવા તથા ભોગ બનનાર પાસેથી લીધેલી રકમનું શુ કર્યું તેવી પૂછતાછ કરાશે.

બિલ્ડર મનિષ પટેલ સામે હજુ વધુ ભોગ બનનાર ગ્રાહકો બહાર આવે તો નવાઈ નહી
ખોડિયાનગર વિસ્તારમાં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઇટ લોન્ચ કરીને અનેક લોકો પાસેથી દુકાન તથા ઓફિસના બુકિંગ પેટે કરોડો રૂપિયા પડાવ્યા હતા.જેના સૌપ્રથમવાર પર્દાફાશ ગુજરાતમિત્રે કર્યો હતો. પરંતુ આ એક મહાઠગ બિલ્ડર છે. ત્યારે આગામી દિવસોમાં વધુ લોકો બિલ્ડર સામે ફરિયાદ નોંધાવે તો નવાઇ નહી.

રેરામાં અરજદારો હાજર રહેતા પણ બિલ્ડર નહી
છેલ્લા ઘણા સમયથી ક્રિસ્ટલ પ્રમુખ હબમાં દુકાન કે ઓફિસ બુક કરાવી બિલ્ડર મનિષ પટેલ દ્વારા કરાયેલી છેતરપિંડીનો ભોગ બનનાર ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી હતી.જ્યારે કેસની મુદત સમયે આવતો હતો ત્યારે ગ્રાહકો હાજર રહેતા હતા પરંતુ બિલ્ડર દંપતી હાજર રહેતું ન હતું.

Most Popular

To Top