નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) નું સફળતા પૂર્વક લોન્ચિંગ (Launch) કર્યુ છે. જે બાદ હેવ ઇસરો ફરીથી ઇતિહાત રચવા જઇ રહ્યું છે. ISRO 30 જુલાઈ 2023 ના રોજ એકસાથે સાત ઉપગ્રહો લોન્ચ કરશે. આ એક કોમર્શિયલ લોન્ચ છે. જેમાં મોટાભાગના ઉપગ્રહો સિંગાપોરના છે. લોન્ચિંગ PSLV-C56 રોકેટ દ્વારા થશે. મળતી માહિતી મુજબ પ્રક્ષેપણનો સમય સવારે 06:30 કલાકે નક્કી કરવામાં આવ્યો છે.
આ પ્રક્ષેપણમાં મુખ્ય ઉપગ્રહ DS-SAR છે. જે સિંગાપોરના DSTA અને ST એન્જિનિયરિંગ દ્વારા મોકલવામાં આવ્યો છે. એટલે કે સિંગાપોરની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી. એકવાર આ ઉપગ્રહ તૈનાત થઈ જશે અને કામ કરવાનું શરૂ કરશે તો તે સિંગાપોર સરકારને નકશા બનાવવામાં મદદ કરશે. જેથી સેટેલાઇટ ફોટા લેવાનું સરળ બનશે.
એસટી એન્જિનિયરિંગ આ સેટેલાઇટનો ઉપયોગ અનેક પ્રકારની તસવીરો લેવા માટે કરશે. જેથી જીઓસ્પેશિયલ સેવાઓ આપી શકાય. તેમજ કોમર્શિયલ ડીલિંગ પણ કરી શકાય છે. DS-SAR સિન્થેટિક એપરચર રડાર પેલોડ ધરાવે છે. જે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. આ ઉપગ્રહ દિવસ કે રાત કોઈપણ હવામાનમાં તસવીરો લેવાનું ચાલુ રાખશે. આ ઉપગ્રહનું વજન 360 કિલો છે. જે PSLV-C56 રોકેટ દ્વારા અવકાશની નજીકની વિષુવવૃત્તીય ભ્રમણકક્ષા (NEO)માં છોડવામાં આવશે. આ સિવાય છ વધુ નાના ઉપગ્રહો પણ જઈ રહ્યા છે. આ બધા સૂક્ષ્મ અથવા નેનો ઉપગ્રહો છે.