World

ભારતની અંજુ પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી, પતિએ કહ્યું, મને તો…

નવી દિલ્હી : જેમ પાકિસ્તાનની (Pakistan) મહિલા સીમા હેદર (Seema Heder) પોતાના ઓનલાઈન પ્રેમીને મળવા પાકિસ્તાનથી ભારત પહોંચી હતી. તેવી જે રીતે એક ભારતીય મહિલા પોતાના ઓનલાઈન પ્રેમીને મળવા માટે પાકિસ્તાન પહોંચી હતી. આ મહિલા મુળ રાજસ્થાનની (Rajasthan) રહેવાસી છે. મહિલા ઓનલાઈન પ્લેટફોર્મ ફેસબુકના (Facebook) જરીએ એક પાકિસ્તાની યુવકને મળી હતી. તે પાકિસ્તાનમાં પોતાના પ્રેમીને મળવા માટે લાહોર પહોંચી હતી. જોકે તે મહિલાનું કહેવું છે કે જે જલ્દી પોતાના દેશમાં પરત આવશે.

આ મહિલાનું નામ અંજુ છે. અંજુ રાજસ્થાન અલવરના ભીવાડીમાં આવેલ ટેરા એલિગન્સ સોસાયટીમાં પોતાના પતિ અને બે બાળકો સાથે રહે છે. અંજુની ઉંમર 34 વર્ષ છે. અંજુની ફેસબુક પર 29 વર્ષીય પાકિસ્તાની યુવક નસરૂલ્લા સાથે મુલાકાત થઈ હતી. જે પછિ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યાર પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

અંજુ એક ટૂ વ્હીલર કંપનીમાં કામ કરે છે. જ્યારે તેનો પતિ ઈંડો કંપનીમાં કામ કરે છે. અંજુએ 2020માં પોતાનો પાસપોર્ટ બનાવ્યો હતો. અંજુના પતિનું નામ અરવિંદે છે. અરવિંદે જણાવ્યું હતું કે તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના બલિયાનો છે. તેની પત્ની મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી છે. તે બંનેએ 2007માં લગ્ન કર્યા હતા.

તેણે વધુમાં જણાવ્યું કે અરવિંદ મૂળભૂત રીતે ખ્રિસ્તી છે, જ્યારે અંજુ હિન્દુ છે. અંજુએ લગ્ન બાદ પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. અરવિંદે વધુમાં જણાવ્યું હતું કે તેની પત્ની ગુરુવારે ઘરેથી જયપુર જવા માટે નીકળી હતી. તે કહેતી હતી કે તેને તેની ફ્રેઈન્ડને મળવા લાહોર જવું છે. પરંતુ પતિને ખબર ન હતી કે લાહોર પાકિસ્તાનમાં આવે છે. તે ઘરેથી નીકળિ ત્યાર બાદ તે દરમિયાન અરવિંદે અંજુને અનેકવાર ફોન પણ કર્યો હતો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો.

અંજુએ રવિવારે દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર ફોન કરીને તેના પતિને કહ્યું કે તે લાહોરમાં તેની ફ્રેઈન્ડ સાથે છે અને ત્રણ-ચાર દિવસ પછી પરત ઘરે આવશે. અંજુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી. જેમાં તે પાકિસ્તાના ખૈબર પખ્તુનખ્વાના દીર વિસ્તારમાં પહોંચી હોવાનું સામે આવ્યું હતું. અંજું ત્યાં પોતાના પ્રેમી નાગરિક નસરુલ્લાને મળવા પહોંચી હતી. મળતી મહિતી અનુસાર નસરુલ્લા એક શિક્ષક હોવાનું સામે આવ્યું છે.

નસરુલ્લાએ મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તે અંજુ સાથે તેની આગામી પાકિસ્તાનની મુલાકાતમાં લગ્ન કરશે. આગામી બે-ત્રણ દિવસમાં તેઓની સગાઈ થશે અને અંજુ 10-12 દિવસ પછી ભારત જશે અને પછી લગ્ન કરવા માટે પરત આવશે. તેણે વધુમાં કહ્યું હતું કે આ અમારું અંગત જીવન છે. અમે મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નસરુલ્લાએ વધુમાં કહ્યું હતું કે અંજુ નથી ઈચ્છતી કે તેનું નામ મીડિયામાં આવે. તે પોતાના દેશમાં પાછા જઈને કામ કરવા માંગે છે. જોકે શરૂઆતમાં નસરુલ્લાના પરિવારે મીડિયાને અંજુને મળવાની મંજૂરી આપી ન હતી. એવું કહેવામાં આવ્યું છે કે અંજુ માત્ર ફરવાના હેતુથી જ પાકિસ્તાન આવી છે.

નસરુલ્લાએ જણાવ્યું હતું કે વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં તેમને બે વર્ષ લાગ્યા હતા. તેઓએ નક્કી કર્યું હતું કે લગ્ન પહેલા અંજુને તેના પરિવાર સાથે પરિચય કરાવવા માંગતો હતો. અંજુનો પરિવાર પૂરો સાથ આપી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે અંજુએ દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની મુલાકાત લીધી હતી અને નસરુલ્લાએ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ અને આંતરિક મંત્રાલયોના કાર્યાલયોની મુલાકાત લીધી હતી. આ પછી અધિકારીઓને મળવા માટે સમજાવવામાં આવ્યા હતા. નસરુલ્લાનું કહેવું છે કે અંજુ ઇસ્લામ અંગીકાર કરે છે કે નહીં તે તેનો નિર્ણય હશે. સ્થાનિક લોકો પણ અંજુને સપોર્ટ કરી રહ્યા છે. તે લોકો કહે છે કે અંજુ પખ્તુનની મહેમાન અને વહુ પણ છે.

Most Popular

To Top