સુરત: માંડવી (Mandvi) તાલુકાના બે ગામોમાં હડકાયેલું શ્વાન (Rabid Dog) માસુમ બાળકી સહિત ચાર જણા ને બાચકાં (Dog Bite) ભરી ભાગી જતા ચારેય ને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ માં ખસેડવાની ફરજ પડી છે. એટલું જ નહીં પણ ચારેય ને દાખલ કરી હડકવા ની રસી આપી સારવાર શરૂ કરાઇ છે. ચાર પૈકી ત્રણ ખેત મજૂર હોવાનું સામે આવ્યું છે.
ગોવિંદભાઇ (પરિવારના સભ્ય) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ સાંજે 7 વાગ્યાના અરસામાં બની હતી એક હડકાયેલું શ્વાન માંડવીના લાદકુવા ગામના નવા ફળિયામાં આવી ને દાદા છગનભાઇ ભગડા ભાઈ ચૌધરી ને બચકા ભરી માસુમ બાળકી જિનલ પર તૂટી પડ્યું હતું. બન્ને ને હાથ-પગમાં કરડ્યા બાદ ભાગી ગયુ હતું. દરમિયાન ઘટના ની જાણ થતા જ આખું ગામ ભેગું થઈ ગયું હતું.
વધુમાં જાણવા મળ્યું હતું કે આજ શ્વાન બાજુના ચોરમબા ગામમાં પણ બે જણા ને બાચકા ભરી ભાગી ગયું હતું. ઘટનાની ગંભીરતા બાદ તાત્કાલિક શ્વાન એટેક નો ભોગ બનેલા બાળકી અને દાદા ને સારવાર માટે માંડવી લઈ જતા ચોરમબા ગામ ના પ્રજ્ઞાબેન ચૌધરી અને રાજેશ ચૌધરી ને પણ સાજના સમય એ શ્વાન કરડીને ભાગી ગયું હોવાની માહિતી સામે આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે આ શ્વાન હાથ-પગ પર જ કરડતું હોવાના કારણે અને હડકાયેલું હોવાની વાત સામે આવતા માંડવીના તબીબોએ ચારેય ને તાત્કાલિક વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરી દીધા હતા. મધરાત્રે સિવિલ આવતા ડોક્ટરોએ એન્ટી રેબિશ સાથેના ઇન્જેક્શન આપી યોગ્ય સારવાર માટે ચારેય ને દાખલ કરી દીધા છે.