Vadodara

સર્કીટ હાઉસમાં ચાલતી લાલીયાવાડી બંધ કરો : ચોક્કસ નિયમો પાળવા જોઇએ

વડોદરા : ગુજરાતનાં લગભગ તમામ જિલ્લાઓ અને તાલુકાઓના વડા મથકે સરકારી ગેસ્ટ હાઉસ આપણને જોવા મળે છે. સરકારી તંત્રના માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત વિભાગ દ્વારા આવા પ્રકારના ગેસ્ટ હાઉસનું સંચાલન કરવામાં આવતું હોય છે. આપણે સામાન્ય રીતે આ ગેસ્ટ હાઉસને સર્કિટ હાઉસ તરીકે ઓળખીએ છીએ. સર્કિટ હાઉસનો ઉપયોગ સરકારી ધારાધોરણ મુજબ થવો જોઈએ તે વડોદરા સહિત ગુજરાત ના કેટલાક સર્કિટ હાઉસમા થતો નથી. સુરક્ષા ના મામલે તેમજ જે નિયમો હોટલો ને લાગુ પડે છે તે તમામ નિયમો સર્કિટ હાઉસ ને લાગુ પડે છે.

સૌ પ્રથમ તો આઈ કાર્ડ વગર પ્રવેશ નિષેધ છે. તાજેતરમા વડોદરા સર્કિટ હાઉસમા આવોજ બનાવ બન્યો હતો. સર્કિટ હાઉસ મા IPS સહિત વિશેષ ઉચ્ચ હોદા ધરાવતા રાજકીય નેતાઓ માટે સર્કિટ હાઉસ નિવાસ રિઝર્વ રાખવામા આવતા હોય છે. જેથી પક્ષ ના કાર્યકર ને પણ મંજૂરી મળતી નથી. જે જનહિતમા હોય તેવી જ પ્રેસ વાર્તા અગાઉ થી મંજૂરી લઈ ને યોજી શકાય. અત્રે ઉલ્લેનીય છે. અગાઉ એક સનદી મહિલા અધિકારી અને પૂર્વ મહામંત્રીની બેઠક ભારે વિવાદમા આવી હતી. આમ ગુજરાતમા વડોદરા, મહેસાણા, સાપુતારા, જૂનાગઢ સહીત ના સર્કિટ હાઉસો વિવાદમાં સપડાયા છે.

અગાઉ પણ શહેર સહિત રાજ્યના સર્કીટ હાઉસ વિવાદોમાં સપડાયેલા છે
આજ થી 3 વર્ષ પહેલા સયાજીપુરામા આવેલ સર્કિટ હાઉસમા 6 યુવકો અને 2 યુવતી વીઆઈપી ભોજન કક્ષમા દારૂ ની મહેફિલ માણતા હતા તે વેળા એ બાપોદ પોલીસે દરોડો પાડી તમામ ને ઝડપી પડ્યા હતા. આમ સર્કિટ હાઉસો મા ચાલતા લોલમલોલ સામે સરકારે પગલાં ભરવાની ભરવાની ભારે જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીન અનુભવી લોકોની ભરતી થતા આવા લોચા થતા હોય છે. જેથી નિયમો ને નેવે મૂકી ને સર્કિટ હાઉસો મા આવા કામો થતા હોય છે

Most Popular

To Top