કપડવંજ : સોલંકી વંશ, ગાયકવાડી રાજ, બ્રિટિશ રાજ અને આઝાદીકાળ સુધીનું પ્રાચીન કપડવંજ માં ઘણા જ પ્રાચીન સ્મારકો આવેલા છે જેમ કે સોલંકી યુગના 32 કોઠા વાવ ,કુંડવાવ, સિંગરવાવ, રાણીવાવ, બેનજીરાજે વાવ ઉપરાંત આઝાદી સમયના કપડવંજ તાલુકાના લડવૈયાઓ અને સ્વાતંત્ર સેનાનીઓ એવા 55 જેટલા સ્વાતંત્ર વીરોના નામનું સ્મારક કપડવંજ તાલુકાના સેવા સદન અને જૂની તાલુકા પંચાયત બિલ્ડીંગ પાસે આવેલું છે પરંતુ આ સ્મારકના ખરી ગયેલા કાંગરા વાળો બની ગયો છે.
સ્વાતંત્ર વીરોનું સ્મારક કે જેની અંદર 55 જેટલા સ્વાતંત્ર વીરોના નામો ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે આજે ચારે બાજુ કચરા ના ઢગલા થી ઘેરાયેલું પડ્યું છે આ ઉપરાંત સ્મારકની અંદર કોતરવામાં આવેલા નામો પણ વંચાય નહીં તેવી હાલતમાં થઈ ગયા છે કારણ કે કોતરણીની અંદર પુરાવામાં આવેલું શિશુ નીકળી જવાથી નામો વંચાતા નથી. જેને કારણે આજની પેઢીને આજથી ૭૫ વર્ષ પૂર્વે આઝાદીની આ લડતના લડવૈયાઓ ના કામની કોઈ જ ખબર પડતી નથી અને આવનારી પેઢીમાં આ સંસ્કૃતિ સચવાઈ રહે તે પણ જરૂરી છે ત્યારે સરકારી તંત્ર કે પુરાતત્વ ખાતા દ્વારા આવી કામગીરી પ્રત્યે ઉદાસીનતા ન દાખવતા તેનું જરૂરી કામ પૂર્ણ કરી આજુબાજુની ગંદકીની સફાઈ કરી આવનારી પેઢી માટે પ્રેરણા રૂપ બને.આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત, સરકાર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ કપડવંજની સરકારી કચેરી પાસે સંસ્થાપિત કપડવંજના સ્વાતંત્ર્ય સેનાનીઓના પૌરાણિક સ્મારકની અવદશા સુધારવાની જરૂર છે.