National

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

ભૂજ: (Bhuj) વાવાઝોડા (Cyclone) બાદની પસ્થિતિના નિરીક્ષણ માટે આજે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે છે. બંનેએ કચ્છ જિલ્લાની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ માંડવી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીએ હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ જાણી હતી. તેઓ અહીં કચ્છ અને જખૌ બંદરની મુલાકાત લેશે. બાદમાં મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ માટે પહોંચ્યા
  • તેમણે હેલીકોપ્ટર દ્વારા કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું
  • તેઓ માંડવીની હોસ્પિટલમાં અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા
  • ગૃહમંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નિરીક્ષણ કર્યું

શાહ પહેલા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કર્યું હતું. આ દરમિયાન તેમણે શેલ્ટર હોમની મુલાકાત લીધી. આ પછી તેઓ માંડવી ગયા અને અસરગ્રસ્તોને મળ્યા. બાદમાં ગૃહમંત્રી ભુજમાં સ્વામી નારાયણ મંદિરની મુલાકાત લીશે અને અસરગ્રસ્તો માટે ખાદ્યપદાર્થો અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી.

જણાવી દઈએ કે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના આઠ જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે. માંડવીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ગુજરાતના લગભગ એક હજાર ગામડાઓમાં વીજળી પુનઃસ્થાપિત કરવાનો પડકાર હજુ પણ છે. વાવાઝોડાને કારણે આઠસોથી વધુ વૃક્ષો પડી ગયા છે જેના કારણે હજુ પણ ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. આ વૃક્ષોને રસ્તા પરથી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેથી ટ્રાફિક સુચારૂ થઈ શકે. આ સાથે વાવાઝોડામાં 500 જેટલા કચ્છના પાકાં મકાનોને પણ નુકસાન થયું છે. આ મકાનોમાં રહેતા લોકોને ફરીથી વસાવવા એ પણ સરકાર માટે મોટો પડકાર છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કર્યા પછી ચક્રવાત ‘બિપરજોય’ શનિવારે ‘ડીપ ડિપ્રેશન’માં ફેરવાઈ નબળું પડી ગયું છે અને આગામી 12 કલાકમાં વધુ નબળું પડવાની શક્યતા છે. ચક્રવાતની અસરને કારણે ગુજરાતમાં ઘણું નુકસાન થયું છે. ગુજરાતના ભુજ, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વીજ થાંભલા પડી જવાથી વૃક્ષો ધરાશાયી થયા, મકાનો પડી ગયા અને વીજ પુરવઠો ખોરવાયો છે. કચ્છમાં ગાંધીધામ, કંડલા, મુંદ્રા વગેરે વિસ્તારોમાં હજી પણ વીજ પુરવઠો શરૂ થઈ શક્યો નથી.

Most Popular

To Top