મિલ્ક સિટી આણંદનું સૌથી મોટું એજ્યુકેશન હબ એટલે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી અને તેના સંચાલન હેઠળ ચાલતી 22 ઉચ્ચ શિક્ષણની કોલેજીસ અને ઈન્સ્ટિટ્યૂટ્સ. જ્યાં ધો. 12 પાસ વિદ્યાર્થી પ્રવેશ મેળવે અને ગ્રેજ્યુએટ થઈ માસ્ટર્સ પણ કરી શકે. અહીંથી જ આગળ વધી પીએચડી કરી ડોક્ટરેટની ગૌરવશાળી પદવી આજ એપીએમએસ કેમ્પસથી મેળવી શકે છે. વિશ્વમાં પ્રતિસ્ઠિત સરદાર પટેલ યુનિવર્સિટી સાથે સંલગ્ન 60 થી વધુ અભ્યાસક્ર્મ, જ્યાં એક જ કેમ્પસ હેઠળ ચાલે છે. તે પી. એમ. પટેલ કોલેજ કેમ્પસ ખાતે અભ્યાસ એટલે “ખુશીઓથી ભરપૂર ભણતર”.
આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી – એપીએમએસના ચાર પાયા એટલે જ્ઞાન તથા શિસ્ત અને સંસ્કાર સાથે મજબૂત ધર્મ ભાવના. એપીએમએસ કેમ્પસની સ્થાપના 30 વર્ષ પહેલા બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) એ કરી અને અહીં પી. એમ. પટેલ કોલેજ કેમ્પસ ખાતે અભ્યાસ કરી અત્યાર સુધીમાં 60 હજાર જેટલા યુવાનો કુશળ વર્કફોર્સ બની દેશની મિલકત બન્યા છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, બીએડ, લૉ, હોમ સાયન્સ, સોશિયલ વર્ક, પરફોર્મિંગ આર્ટ્સ, ફેશન ડિઝાઇન એમ દરેક ક્ષેત્રની સન્માનિય ડિગ્રી સાથે વિદ્યાર્થી અહી આદર્શ વ્યક્તિત્વ પ્રાપ્ત કરી પોતાના ક્ષેત્રમાં સન્માન પામે છે. સરકારી કોલેજોની સરખામણીમાં સમગ્ર રાજ્યમાં સૌથી વ્યાજબી ફી સાથે ચાલતા સેલ્ફ ફાઇનન્સ અભ્યાસક્ર્મમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ટોપર્સ બને છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં હંમેશા અગ્રેસર રહે છે.
ચરોતરના પીઢ પાટીદાર આગેવાન બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના સ્થાપક પ્રમુખ છે. જેઓ અભ્યાસથી એડવોકેટ અને આણંદ નગર પાલિકાના પ્રમુખ તરીકે નેતૃત્વ કરવા સાથે આ શિક્ષણ સંસ્થા માટે તેમણે સતત ઉચ્ચ અભ્યાસના અનેક આદર્શ પ્રસ્થાપિત કર્યા છે. વંદે માતરમના મંત્ર સાથે દેશભક્તિ તથા ધર્મભક્તિ અને પરિવાર વંદના તેમના જીવનના આદર્શ છે. સ્વાતંત્ર સેનાની તેમના પિતા પુરશોત્તમદાસ એમ. પટેલ અને માતા કમળાબેન પુરશોત્તમદાસ પટેલ હંમેશ તેમના આદર્શ રહ્યા છે.
આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડો. પાર્થ બિપિનચંદ્ર પટેલ વિદ્યાર્થીઓના શારીરિક અને બૌધિક વિકાસ માટે સતત વિવિધ શૈક્ષણિક, સાંસ્ક્રુતિક અને રમત – ગમતની પ્રવૃતિઓનાં આયોજન કરે છે. દરેક વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે ઉચ્ચતમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે માટે સતત પ્રયત્નશીલ રહી ડો. પાર્થ બિપિનચંદ્ર પટેલ નિર્ણાયક નેતૃત્વ કરી રહ્યા છે. આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના સેક્રેટરી અને રજીસ્ટ્રાર ડો. ઈશિતાબેન પી. પટેલ કેમ્પસના વુમન સેલનું નેતૃત્વ કરવા સાથે દરેક દિકરી કોઈપણ પ્રકારના ભય વિના ભણતર કરે તથા ઈતર પ્રવૃત્તિઓ સાથે હિમ્મતપૂર્વક જોડાઈ નેતૃત્વ માટે સક્ષમ બને તેવા અથાગ પ્રયત્ન કરે છે. ડો. ઈશિતાબેન પી. પટેલ ના વિશ્વાસ સાથે અહી ગર્લ્સ વધુ મોટી સંખ્યામાં એડમિશન લે છે.