ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના એક્સપ્રેસ વેમાં (Expressway) જમીન સંપાદિત (Acquired land) થતા અસરગ્રસ્ત બનેલા 32 ગામોના ખેડૂતોનું (Farmers) આંદોલન (Protest) હવે વધુ વેગવાન સ્થિતિમાં પહોંચી રહ્યું છે. દિલ્હી-મુંબઈ 8 લેન એક્સપ્રેસ વે નો વળતરનો વિરોધ મુદ્દો શાસકોને અને સરકાર માટે હેરાન પરેશાન કરે એવી સ્થિતિમાં ઉભી કરી છે.
- અસરગ્રસ્ત ખેડૂતોને થાલા વચનોથી છેતરાયાનો અહેસાસ થયો!
- એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે મહિલાઓ રણચંડી બનીને થાળી વેલણ વગાડીને તંત્રના કાને સંભળાવ્યા, નેતાઓને ગામમાં પ્રવેશબંધી
- વળતરને લઈ વિરોધમાં 400 જેટલી મહિલાઓ રણચંડી બનીને થાળીઓ ખખડાવી
- દિલ્હી-મુંબઈ 8 લેન એક્સપ્રેસ વે નો વળતરનો મુદ્દો ભરૂચમાં તંત્ર અને સરકાર માટે માથાનો દુઃખાવો બન્યો
બુધવારે અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી ભરૂચ કલેકટર કચેરી (BharuchCollectorate) ખાતે મોટી સંખ્યામાં પ્રચંડ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. આંદોલનને એક્સપ્રેસ વે ના ખેડૂતો આક્રમક બનાવતા હોય તેમ 1500થી વધુ ખેડૂતો ઉમટી પડ્યા હતા. જેમાં 400 જેટલી મહિલાઓ રણચંડી બનીને આંદોલનનું રણશિંગું ફૂકયું છે.
કલેક્ટરાલય પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ખેડૂતોએ કચેરી બહાર જ બેસી થાળી વેલણ ખખડાવી વળતર મુદ્દે પોતાનો વિરોધ જારી કર્યો હતો. ખેડૂત આગેવાન અને ખેડૂત સમન્વય સમિતિના નિપુલ પટેલ સહિત ખેડૂતોએ ગામમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પ્રવેશ નહીની જાહેરાત કરી દેતા નેતાઓમાં ભારે સોપો પડી ગયો હતો.
એકપ્રેસ વે ના 32 ગામ, બુલેટ ટ્રેનના 7 અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર 6 ગામના ખેડૂતોએ તેઓના કુલ 45 ગામોમાં નેતાઓ સામે એલર્જી થતા આખરે પ્રવેશબંધી માટે પાટિયા લગાવીને ગામમાં પ્રવેશવું જ નહીંની ચીમકી ઉચ્ચારી દીધી છે.